દુર્ઘટના/ હળવદમાં દિવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના મોત, અનેક દટાયા હોવાની આશંકા

મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે.

Top Stories Gujarat Others
હળવદ GIDCમાં
  • મોરબી GIDCમાં દુર્ઘટના
  • સાગર સોલ્ટમાં દિવાલ ધરાશાયી થઈ
  • હળવદમાં દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા
  • દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા

બપોરના મોટા સમાચાર સામે આવ્યા મોરબી GIDCમાં દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 12 લોકો મોત થયા છે. જયારે 30 જેટલા લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે.

દિવાલ પાસે મીઠાની બોરીઓ રાખવામાં આવી હતી. જેના ભારને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન આ સ્થળ નજીક પેકિંગનું કામ કરતા કામદાર પર દિવાલ પડી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, જમવાનો સમય હોવાથી ઘણા મજૂરો ખાવા માટે ગયા હતા, નહીંતર આથી પણ વધુ મજૂરોના મોત થયા હોત. જીવ ગુમાવનાર મજૂરો રાધનપુર બાજુના હોવાનું સામે આવી રહ્યું છે.

અચાનક કયા કારણસર આ મીઠાના કારખાનાની આ દીવાલ તૂટી પડી તે જાણવામાં મળ્યું નથી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે દીવાલ તૂટી પડ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વાર લાગી જેને કારણે મૃત્યુઆંક વધ્યો.

આ પણ વાંચો:હાર્દિક પટેલે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, શું જોડાશે ભાજપમાં?