Politics/ પહેલા ધારાસભ્યો ખરીદ્યા, અને હવે મતદારનો વારો : ચૂંટણી ટાણે અમિત ચાવડાનું મોટું નિવેદન

ભાજપ મતદારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પહેલા ધારાસભ્યો ખરીદ્યા, હવે મતદારોનો વારો છે. આમ ભાજપ હવે મતદાન વખતે લોકોના પણ મોલ લગાવી રહ્યું છે.

Gujarat Gujarat Assembly Election 2022
kaprada 21 પહેલા ધારાસભ્યો ખરીદ્યા, અને હવે મતદારનો વારો : ચૂંટણી ટાણે અમિત ચાવડાનું મોટું નિવેદન

આજ રોજ ૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કરજણ બેઠક ઉપરથી વાઈરલ થયેલા વિડીયો અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ભાજપ તમામ બેઠક પર હારશે.

by election / તમે કોને મત આપ્યો..? પૃચ્છા કરતો ભાજપના કાર્યકરોનો વિડીયો વા…

chotila: MLA ઋત્વિક મકવાણા થયા કોરોના પોઝિટિવ, ટવીટ કરી આપી માહિતી…

 

ચાલુ મતદાને અમિત ચાવડાએ ભાજપ પર મોટો પ્રહાર કર્યો છે. વધુમાં તેમને જણાવ્યું છે કે, ભાજપ મતદારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પહેલા ધારાસભ્યો ખરીદ્યા, હવે મતદારોનો વારો છે. આમ ભાજપ હવે મતદાન વખતે લોકોના પણ મોલ લગાવી રહ્યું છે.

અવસાન: કાંકરેજ તાલુકાનાં પૂર્વ ધારાસભ્યનું કોરોનાનાં કારણે નિધન…

નોધનીય છે કે, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, અબડાસા, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.  ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓએ ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. અને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે. બંને રાજકીય પક્ષોએ તમામ બેઠકો પર જીતના દાવા કર્યા છે. આઠ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજે મતદારો તમામ 81 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ કરશે. આગામી 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.