કોરોનાની બીજી લહેર હવે મંદ પડી છે,કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો દેશમાં નોંધાઇ રહ્યો છે જે સારા સમાચાર છે.ભારતના ઘણાબધા રાજ્યોએ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોધાતા અનલોક છૂટછાટ સાથે કરવાની શરૂઆત પણ કરી દીધી છે. હાલમાં કોરોનાની બીજ લહેર કંટ્રોલમાં જાેવા મળી રહી છે. ભારતમાં કોરોના પોઝિટિવ રેટ તળીયે જોવા મળી રહ્યો છે.રિકવરીના કેસમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસો 92 હજાર નોંધાયા છે. એક લાખની અંદર નવા કેસો આવી ગયાં છે. કોરોના હવે મંદ પડી રહ્યો છે.
કોરનાની રફતાર પર બ્રેક લાગી છે અને દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં ધખમમ ઘટાડો નોધાયો છે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા સંક્રમણના કેસો 92 હજાર નોંધાયા છે. અને 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 3400 છે. કોરોનાના મંદ પડી રહ્યો છે તેની સામે રિકવરી કેસોમાં નોંધનીય વધારો થઇ રહ્યો છે જે સારી વાત છે.કોરોનાની રિકવરીના કેસો 1.35 લાખથી વધારે છે. .દેશમાં કોરોના ટેસ્ટ 24 કલાકમાં 20 લાખથી વધુ થયા છે. ભારતમાં કોરોનાથી મોત 3400 થઇ છે. દેશમાં એકટિવ કેસોની સંખ્યા અગિયાર લાખની નીચે છે.
કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે .છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સુધારેલો મૃત્યુઆંક 1915 છે. રાજ્યમાં કોરના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે પરતું મૃત્યુંઆંકના આંક઼ડામાં વધઘટ થયાં કરે છે.
