Not Set/ બ્રાઝિલ કોરોનાની ઝપેટમાં સૌથી આગળ, એક જ દિવસમાં 90,000થી વધુ રેકોર્ડ કેસ

કોવિડ -19 વિશ્વમાં આવ્યાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. જો કે 2021માં તે સરળ થઈ રહ્યું નથી. આ રોગ હજુ પણ વિશ્વમાં કેટલાક સ્થળોએ વધતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 90,303 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. આ સાથે રોગચાળામાંથી નોંધાયેલા કુલ કેસની સંખ્યા અત્યાર […]

World
brazil બ્રાઝિલ કોરોનાની ઝપેટમાં સૌથી આગળ, એક જ દિવસમાં 90,000થી વધુ રેકોર્ડ કેસ

કોવિડ -19 વિશ્વમાં આવ્યાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. જો કે 2021માં તે સરળ થઈ રહ્યું નથી. આ રોગ હજુ પણ વિશ્વમાં કેટલાક સ્થળોએ વધતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 90,303 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. આ સાથે રોગચાળામાંથી નોંધાયેલા કુલ કેસની સંખ્યા અત્યાર સુધી 11,693,838 પર પહોંચી ગઈ છે. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન 2,648 લોકોનાં મોત પણ થયા, જેમાં રાષ્ટ્રીય મૃત્યુઆંક 284,775 પર પહોંચી ગયો.

brazil more coronavirus cases than india: Brazil More Coronavirus Cases Than India: ब्राजील में भारत से ज्यादा कोरोना वायरस केस - Navbharat Times

દક્ષિણ અમેરિકા દેશ હાલ વિશ્વમાં બીજા ક્રમે છે, જેમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા છે. પહેલા નંબર પર અમેરિકા છે. રોગચાળાને કારણે બ્રાઝિલ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે, જે ચેપની બીજી લહેરનો અનુભવ કરી રહ્યો છે, મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં દર 100,000 રહેવાસીઓમાં સરેરાશ 136 મૃત્યુ અને 5,565 કેસ છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 14.18 મિલિયન લોકોને રસી આપવામાં આવી છે.

કોરોના વાયરસની મહામારી, મધ્યમવર્ગથી બહાર આવ્યા 3 કરોડ 20 લાખ ભારતીય

દુનિયામાં હજુ પણ કોરોનાના ચેપથી મુક્ત થઇ નથી. કેટલાક સ્થળોએ પ્રતિબંધો ફરી આવી રહ્યા છે અને પહેલાની જેમ કડક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ભારતની વાત કરીએ તો દિવસમાં માત્ર 8000 થી 9000 કેસ હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી, ઘણા રાજ્યોમાં વધતા જતા કેસોથી પરેશાની વધી રહી છે. હવે દેશમાં 29000 થી વધુ કેસ પહોંચી ગયા છે. જ્યાં અનેક જગ્યાએ લોકડાઉન કરવામાં આવ્યું છે.

Brazil: कोविड-19 से ठीक हो चुके लोगों को फिर बीमार कर रहा है नया कोरोना वैरिएंट P1 - Coronavirus AajTak

વિશ્વમાં દર્દીઓની કુલ સંખ્યા 120 કરોડને વટાવી ગઈ છે. હાલમાં આ આંકડો 12.18 કરોડથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 5.25 લાખ નવા ચેપ લાગ્યાં છે. 9 હજારથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 91.81 લાખથી વધુ કોરોના ચેપથી સાજા થયા છે. હાલમાં વિશ્વભરમાં 20 કરોડથી વધુ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…