Not Set/ તેલંગાણાની આ સ્કૂલમાં એક સાથે 43 વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થતાં ખળભળાટ

તમામ વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત  હોવાથી તમામને આઈસોલેશનમાં રાખવામાં આવી છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

India
Untitled 313 3 તેલંગાણાની આ સ્કૂલમાં એક સાથે 43 વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થતાં ખળભળાટ

   દેશમાં હવે કોરોના કેસ ઘટતા  રાબેતા  મુજબ  ખોલાઈ છે  ત્યારે  કોરોના  કેસ અમુક  રાજયમાં વધતાં  જોવા મળી રહ્યા છે  જે અંતર્ગત તેલંગાણાના સાંગા રેડ્ડી જિલ્લાની મહાત્મા જ્યોતિબાફૂલે સ્કૂલની 43 વિદ્યાર્થીનીઓમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે.જેમાં આ અહેવાલ બહાર આવતાં જ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.  તમામ વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત  હોવાથી તમામને આઈસોલેશનમાં રાખવામાં આવી છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

ગોવામાં સાત બાળકો સંક્રમિત ગોવાના જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં સોમવારે સાત બાળકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. ઉત્તર ગોવાનાતમામ બાળકોને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. તેમણે કહ્યું કે બાળકોમાંથી કોઈમાં પણ ગંભીર લક્ષણો નથી.

આ પણ વાંચો ;Viral Video / શિવસેના નેતા સંજય રાઉતે NCP નેતા સુપ્રિયા સુલે સાથે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

આ  ઉપરાંત તેલંગાણા, ગોવા ઉપરાંત મહારાષ્ટ્રના ભિવંડીમાં સોમવારે 62 વૃદ્ધોમાં પણ કોરોના કેસ  નોધાયા છે .કોરોનાના ઓમિક્રોન સ્વરૂપ સામે લડવા માટે તકેદારી વધારી છે. વિદેશથી આવતા મુસાફરોએ 1 ડિસેમ્બરથી મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ આપવાની રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે મોડી સાંજે આ માર્ગદર્શિકા આપી હતી.

હવે  વીદેશોમાંથી આવનારા લોકોનું ભારત આવતાની સાથે જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને એરપોર્ટ પર રોકવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેઓએ ઘરે અથવા જ્યાં પણ તેઓ સાત દિવસ રોકાયા હોય ત્યાં ક્વોરેન્ટાઇન રહેવું પડશે. આઠમા દિવસે ફરી પરીક્ષા લેવાશે. જો આમાં પણ રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તમારે આગામી સાત દિવસ તમારી જાત પર નજર રાખવી પડશે.

આ પણ વાંચો ;ગુજરાત / રાજ્યમાં ડૉકટર્સની હડતાળથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જુઓ દ્રશ્યો