રાજકોટ અગ્નિકાંડ/ રાજકોટના TRP ગેમ ઝોન ખાતે 9 બ્રાહ્મણો દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કરવામાં આવ્યા

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં અનેક જિંદગીઓ ઓલવાઈ ગઈ હતી ચારેય તરફ હૈયાફાટ રુદનના અવાજો સંભળાતા હતા.ત્યારે આજે બ્રાહ્મણો દ્વારા ઘટના સ્થળે ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા હતા.જેમાં દૂધ,તલ,પાણી અને તુલસી સમર્પિત કરાયા હતા.આપને જણાવી દઈએ આ ઘટના 25 તારીખે સાંજે બની હતી.

Gujarat Top Stories Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 28T133600.072 1 રાજકોટના TRP ગેમ ઝોન ખાતે 9 બ્રાહ્મણો દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કરવામાં આવ્યા

રાજકોટ અગ્નિકાંડમાં આજે  TRP ગેમ ઝોન ખાતે 9 બ્રાહ્મણ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ શનિવારે ગુજરાતના રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 12 બાળકો સહિત ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા હતા.ત્યારે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં અગ્નિકાંડ મામલે SITની રચના કરવામાં આવી હતી. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી વિગતે માહિતી મેળવી હતી.અને મૃતકોના પરિવારજનોને મળી ઘટનાનો તાગ મેળવ્યો હતો.ત્યારે આજે તેમની આત્માની શાંતિ માટે બ્રાહ્મણો દ્વારા રાજકોટમાં ગેમઝોન પાસે પાઠ કરાવવામાં આવ્યા છે.

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં અનેક જિંદગીઓ ઓલવાઈ ગઈ હતી ચારેય તરફ હૈયાફાટ રુદનના અવાજો સંભળાતા હતા.ત્યારે આજે બ્રાહ્મણો દ્વારા ઘટના સ્થળે ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા હતા.જેમાં દૂધ,તલ,પાણી અને તુલસી સમર્પિત કરાયા હતા.આપને જણાવી દઈએ આ ઘટના 25 તારીખે સાંજે બની હતી.

રાજકોટના ગેમ ઝોનમાં આગ એટલી ભયંક લાગી હતી કે આગમાં મૃતદેહો બળીને ખાખ થય ગયા હોય એટલી હદે સળગી ગયા હતા. જેના વિશે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કેટલાક મૃતદેહો બળી ગયેલા તો હાલ કેટલાક મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ થઇ રહી છે,આવી સ્થિતિમાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓની  શાંતિ માટે  ઘટના સ્થળે  પાઠ કરવામાં આવ્યા હતા  જેમાં  9 બ્રાહ્મણો દ્વારા આ પાઠ કરવામાં આવ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આવા અકસ્માતો થતા રહે છે…જ્યારે રાજકોટ ગેમ ઝોનના માલિકે કોર્ટમાં હસવા લાગ્યો..

આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાને લોકો જીવતા ભૂંજાયા

આ પણ વાંચો:અમદાવાદના આ ગેમ ઝોનના સંચાલકો વિરૂદ્ધ નોંધાશે ગુનો