Birthday/ આથિયા શેટ્ટીએ બોયફ્રેન્ડ કેએલ રાહુલ પર આ રીતે દર્શાવ્યો પ્રેમ

દક્ષિણ ભારતીય અભિનેત્રી નિધિ કે જેની સાથે લોકેશ રાહુલનું નામ જોડાયેલું છે. પરંતુ આજે જ્યારે ક્રિકેટરને સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે

Trending Entertainment
Athiya Shetty was seen showering love on boyfriend KL Rahul

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનું આખું નામ લોકેશન રાહુલ છે અને તેમનો જન્મ 18 એપ્રિલ 1992ના રોજ બેંગ્લોરમાં થયો હતો. આ ખાસ અવસર પર ક્રિકેટ સાથે જોડાયેલી હસ્તીઓ ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે. ક્રિકેટરની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ પણ એક પોસ્ટમાં તેને અભિનંદન પાઠવ્યું છે અને તેની સાથેના સંબંધોની પુષ્ટિ કરી છે. અભિનેત્રીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘તમારા સાથે ગમે ત્યાં, જન્મદિવસની શુભેચ્છા.’ આ સાથે તેણે પ્રેમથી એક ઈમોજી પણ બનાવ્યું છે, અથિયાની આ પોસ્ટ સામે આવતાં જ ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે. તેને જબરદસ્ત શેર કરવામાં આવી રહ્યો છે. પરંતુ જણાવી દઈએ કે આથિયા પહેલા આ ક્રિકેટરનું નામ દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

278720676 401973708060758 7571865303715571118 n.jpg?url=https%3A%2F%2Fscontent.cdninstagram.com%2Fv%2Ft51.2885 15%2F278720676 401973708060758 7571865303715571118 n.jpg%3Fstp%3Ddst jpg e35 s1080x1080%26 nc ht%3Dinstagram.fskp1 2.fna.fbcdn.net%26 nc cat%3D1%26 nc ohc%3DhVkW5 TGW8QAX 8h5se%26edm%3DAAWvnRQBAAAA%26ccb%3D7 આથિયા શેટ્ટીએ બોયફ્રેન્ડ કેએલ રાહુલ પર આ રીતે દર્શાવ્યો પ્રેમ

દક્ષિણ ભારતીય અભિનેત્રી નિધિ કે જેની સાથે લોકેશ રાહુલનું નામ જોડાયેલું છે. પરંતુ આજે જ્યારે ક્રિકેટરને સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે ત્યારે નિધિએ રાહુલના નામને લઈને કોઈ પોસ્ટ નથી મૂકી. થોડા વર્ષો પહેલા, મીડિયામાં ઘણી વખત રાહુલ અને નિધિ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો આવ્યા હતા. જોકે, બાદમાં અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું હતું અને બંનેની ખાસ બોન્ડિંગ વિશે ખુલાસો કર્યો હતો.

278611876 675060546940814 8884237758702657394 n.jpg?url=https%3A%2F%2Fscontent.cdninstagram.com%2Fv%2Ft51.2885 15%2F278611876 675060546940814 8884237758702657394 n.jpg%3Fstp%3Ddst jpg e35 s1080x1080%26 nc ht%3Dinstagram.fskp1 2.fna.fbcdn.net%26 nc cat%3D1%26 nc ohc%3DXz0JkLWBNwwAX ysOu7%26edm%3DAAWvnRQBAAAA%26ccb%3D7 આથિયા શેટ્ટીએ બોયફ્રેન્ડ કેએલ રાહુલ પર આ રીતે દર્શાવ્યો પ્રેમ

એક ઈન્ટરવ્યુમાં નિધિ અગ્રવાલે કેએલ રાહુલ સાથેના તેના લિન્કઅપના સમાચારોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે અમે બંને સારા મિત્રો છીએ. નિધિએ કહ્યું કે અમારા બંને વચ્ચેના ભૂતકાળના સંબંધોના સમાચાર માત્ર અફવા છે.

નિધિ અગ્રવાલે કહ્યું કે હા ‘હું રાહુલને ઓળખું છું, પરંતુ અમે બંને ક્યારેય સાથે બહાર ગયા નથી.’ KL રાહુલ સાથેની તેની મુલાકાતને યાદ કરતાં નિધિએ કહ્યું કે ‘હું તેને લંડનમાં મળી હતી. તે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ દરમિયાન હું લંડનમાં હતી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને અભિનંદન આપવા પહોંચ્યી, ત્યારે હું રાહુલને મળી.

નિધિ અગ્રવાલે 2017માં ટાઈગર શ્રોફ અભિનીત ફિલ્મ ‘મુન્ના માઈકલ’થી તેની સિનેમા કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. તે પછી તેણે તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: Jahangirpuri Violence / જહાંગીરપુરી હિંસા પર થયા મોટા ખુલાસા, જાણો કોણ છે સામેલ

આ પણ વાંચો: કાયદો / ફેરિયા ફરીને પોતાનો માલ વેચી શકે છે, પરંતુ…’, :સુપ્રીમ કોર્ટ