Not Set/ યુપીનો આ પુર્વ સાસંદ ગુજરાતની જેલમાં પુરાશે,હત્યા અને અપહરણના અનેક ગુનાઓનો આરોપી

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે આજે પૂર્વ સાંસદ અને બાહુબલી કહેવાતા અતીક અહમદ વિરુદ્ધ સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. સાથે તેમને ગુજરાતની જેલમાં ટ્રાંસફર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે આ આદેશ રિયલ એસ્ટેટ ડીલર મોહિત જયસ્વાલનાં કથિત અપહરણ અને અત્યાચાર મામલામાં આપ્યો છે. અતીક અહમદ ઉત્તર પ્રદેશની નૈની […]

India
sc order against atiq યુપીનો આ પુર્વ સાસંદ ગુજરાતની જેલમાં પુરાશે,હત્યા અને અપહરણના અનેક ગુનાઓનો આરોપી

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે આજે પૂર્વ સાંસદ અને બાહુબલી કહેવાતા અતીક અહમદ વિરુદ્ધ સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. સાથે તેમને ગુજરાતની જેલમાં ટ્રાંસફર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે આ આદેશ રિયલ એસ્ટેટ ડીલર મોહિત જયસ્વાલનાં કથિત અપહરણ અને અત્યાચાર મામલામાં આપ્યો છે.

અતીક અહમદ ઉત્તર પ્રદેશની નૈની જેલમાં બંધ હતો, જેને ગુજરાતની જેલમાં ટ્રાંસફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અતીકને થોડા સમય પહેલા જ નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો. અતીક અહમદ મૂળ ઉત્તર પ્રદેશનાં શ્રાવસ્તી જનપદનો રહેવાસી છે. અતીક અહમદ વિરુદ્ધ અત્યાર સુધીમાં અપહરણ, જબરદસ્તી વસૂલી, હત્યા જેવા કેસો દાખલ છે.

ઉલ્લેખનીય છે કે, અતીક અહમદ વર્ષ 2004માં સમાજવાદી પાર્ટી સાથે જોડાયો હતો. ફુલપુર સાંસદિય વિસ્તારથી તેને ટીકીટ મળી હતી જ્યા તેણે જીત મેળવી સાંસદ બન્યો હતો.