જૂનાગઢ/ ATSની ટીમે તરલ ભટ્ટના ઘરે કર્યું સર્ચ ઓપરેશન, આરોપી તરલ ભટ્ટના ઘરે લગાવાઈ નોટિસ

જુનાગઢના આ પોલીસ તોડ કાંડ મામલામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટના ઘરમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. ATSની ટીમ ત્યાં પહોચી અને તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Top Stories Gujarat Others
ATSની ટીમે તરલ ભટ્ટના ઘરે કર્યું સર્ચ ઓપરેશન, આરોપી તરલ ભટ્ટના ઘરે લગાવાઈ નોટિસ

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં નકલી અધિકારીઓ ગેરકાયદે ખંડણી ઉઘરાવતા હોવાની અનેક વાતો પ્રકાશમાં આવી છે. પરંતુ આ વખતે એક સાચા પોલીસ ઈન્સ્પેક્ટરનું છેડતી અને બ્લેકમેઈલીંગનું કૌભાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલો એટલો મોટો નીકળ્યો કે તેની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને સોંપવી પડી. અને આખરે સાત દિવસ બાદ ATSએ ફરાર પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટની ધરપકડ કરી હતી.

જુનાગઢના આ પોલીસ તોડ કાંડ મામલામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટના ઘરમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. ATSની ટીમ ત્યાં પહોચી અને તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જયારે ATSની ટીમ ત્યાં પહોચી ત્યારે લાંબી તપાસ ચાલી હતી તે દરમિયાન આરોપી પી.આઈ તરલ ભટ્ટને સાથે જ રાખવામાં આવ્યો હતો.

આ મામલે આગળ IG નિલેશ ઝઝાડિયા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આરોપી તરલ ભટ્ટના ઘરને બહારથી બંધ કરી દેવાયું છે અને તેના પર નોટીસ લગાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તરલ ભટ્ટ અક્ષર રેસીડન્સીમાં રહે છે અને ATSની ટીમને રિમાન્ડ મળતા તેમને તમામ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તરલ ભટ્ટના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે આ સાથે જ તેમાં નોટીસ લગાવવામાં આવી છે. જેમાં તરલ ભટ્ટ દ્વારા કરાયેલા તમામ કારનામાંને કારણે તેમને આ સ્ટેપ લીધું હોવાનું લખેલું છે. આ સાથે તેમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જો આરોપો બધા સાબિત થશે તો તરલ ભટ્ટને મોટી સજા પણ થઇ શકે છે.

આરોપી PI તરલ ભટ્ટ 2008 માં ગુજરાત પોલીસમાં જોડાયો 

2008 માં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયો હતો અને સાયબર ગુનાઓ ઉકેલવામાં કુશળતા પ્રાપ્ત કરી હતી. પરંતુ પ્રમોશનની સાથે લિક્વિડ એલાઉન્સમાં ફેરફાર પણ ઝડપથી જોવા મળ્યો હતો. તરલ ભટ્ટ પર અનેક વખત અલગ-અલગ કેસમાં તપાસ દરમિયાન પૈસાની માંગણી કરવાનો આરોપ લાગ્યો હતો. કેટલીક વાતો કોર્ટ સુધી પણ પહોંચી અને તેને ઠપકો અને બદલીનો પણ સામનો કરવો પડ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત/વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યું છે અદાણી ગ્રુપ, 1.2 અરબ યુએસ ડોલરનું રોકાણ

આ પણ વાંચો:Devbhoomi Dwarka/દ્વારકામાં આખલાના કારણે વૃદ્ધનું થયું મોત, સીસીટીવી આવ્યા સામે

આ પણ વાંચો:સાવધાન/અમદાવાદના રસ્તાઓ પર થૂંકવું પડી શકે છે ભારે, ચૂકવો પડશે આટલો દંડ