Jamnagar News/ ધ્રોલ તાલુકામાં પુલ નિરીક્ષણ કરનાર R&B વિભાગના એન્જિનિયર પર હુમલો

જામનગરના ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં ચાલી રહેલા પુલના કામનું નિરીક્ષણ કરવા ગયેલા જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કોન્ટ્રાક્ટર દ્વારા હુમલો કરાતા ચકચાર મચી છે.

Top Stories Gujarat Others

@ સાગર સંઘાણી

Jamnagar News: જામનગરના ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં ચાલી રહેલા પુલના કામનું નિરીક્ષણ કરવા ગયેલા જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કોન્ટ્રાક્ટર દ્વારા હુમલો કરાતા ચકચાર મચી છે. ઘાયલ થયેલા અધિકારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે 7 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

જામનગર જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નીલરાજસિંહ બારડ આજે ધ્રોલના ઈટાળા ગામમાં ચાલી રહેલા પુલના કામનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે અહીં કામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવતા અધિકારીએ વાંધો ઉઠાવ્યો અને કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા તેમના પર હુમલો કરાતા અધિકારી ત્યાંથી જીવ બચાવી ભાગ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. હુમલામાં ઘાયલ થયેલા નીલરાજસિંહ બારડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નીલરાજસિંહ બારડે આરોપી અમીતભાઇ ઝાલા અને તેમની સાથેના 7 જેટલા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે જિલ્લા પંચાયતના કાર્યપાલક એન્જિનિયર કૌશલ છૈયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઇટાળા ગામે કામની ક્વોલિટી બાબતે ઇસ્યુ હતો. તેમાં એજન્સીના કોન્ટ્રાક્ટરે આસિસ્ટન્ટ એન્જિનિયરને માર માર્યો હતો. આસિસ્ટન્ટ એન્જિનિયર નિલરાજસિંહ બારડને કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેનો આસિસ્ટન્ટ એન્જિનિયરે વીડિયો પણ બનાવ્યો હતો. જ્યારે પુલનું કામ ચાલી રહ્યું હતું અને નિરીક્ષણ કરવા ગયા હતા અને સ્લેબની ભરાય કરવાની હતી એટલે એન્જિનિયર ત્યાં ગયા હતા. ત્યારે સિમેન્ટ ઓછી નાખતા હતા ત્યારે એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રીતે ન ચાલે માપ મુજબ પૂરી સિમેન્ટ નાખો. ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા પહેલા ગાળાગાળી કરાઈ હતી અને એન્જિનિયર ન માનતા કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો. જ્યારે જે કામ ચાલી રહ્યું હતું તે એજન્સી સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની એજન્સી જે જુનાગઢની છે.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જસદણમાં ઇકો કાર પલટી ખાતા ગંભીર અકસ્માતમાં 1 મહિલાનું મોત, 6 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: ભરૂચમાં GPCBએ ઉદ્યોગોને કલોઝર નોટિસ ફટકારી

આ પણ વાંચો: સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા