કૃષિ આંદોલન/ રાકેશ ટીકૈતના કાફલા પર હુમલા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, : ‘અહિંસક સત્યાગ્રહ ખેડૂતને નિર્ભય બનાવે છે’,

બીકેયું નેતા રાકેશ ટીકૈત પર થયેલા હુમલા બાદ રાહુલ ગાંધીએ પણ ભાજપ અને અને આરએસએસપર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને RSS પર ગંભીર આરોપો લગાવ્યા છે.

Top Stories India
rahul gandhi rakesh tikait રાકેશ ટીકૈતના કાફલા પર હુમલા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, : 'અહિંસક સત્યાગ્રહ ખેડૂતને નિર્ભય બનાવે છે',

બીકેયું નેતા રાકેશ ટીકૈત પર થયેલા હુમલા બાદ રાહુલ ગાંધીએ પણ ભાજપ અને અને આરએસએસપર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને RSS પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ દેશ વિરોધી કાયદાને પરત લેવડાવીને જ દમ લેશે.

તેમણે ટ્વીટમાં કહ્યું, ‘તેમનો સંઘ હુમલો કરવાનું શીખવે છે, અહિંસક સત્યાગ્રહ ખેડૂતને નિર્ભય બનાવે છે. અમે સાથે મળી સંઘનો સામનો કરીશું – ત્રણેય કૃષિ અને દેશ વિરોધી કાયદા પાછા કરાવીને જ જંપીશું.

આ પહેલા રાકેશ ટીકૈતે પણ આ હુમલા માટે કેન્દ્રને જવાબદાર ગણાવ્યું હતું. રાકેશ ટીકૈતે કહ્યું કે, આ સિવાય કેન્દ્ર સિવાય બીજું કોણ જવાબદાર હોઈ શકે. તે તેની યુવા વિંગના સભ્યો હતા. તેઓ કહીર્હ્યા હતા કે “રાકેશ ટીકૈત ગો બેક “. હું ક્યાં જઉં. તેઓએ મારા પર પથ્થરમારો કર્યો, લાકડીઓનો ઉપયોગ કર્યો. શા માટે તેઓ અમારી સાથે લડી રહ્યા છે? આપણે ખેડૂત છીએ, રાજકીય પક્ષ નથી.

આખો મામલો શું છે?

રાજસ્થાનના અલવરમાં બીકેયુ નેતા રાકેશ ટીકૈતના કાફલા પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ટિકૈટની કારનો કાચ તૂટી ગયો હતો. આ હુમલાની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચાર લોકોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ કેસની તપાસ કરી રહી છે. આ ઘટના બાદથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ચિલ્લા બોર્ડર પર પહોચ્યા હતા. આ સમય દરમિયાન, નોઈડાથી દિલ્હી સુધી લાંબો ટ્રાફિક જામ હતો. અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ચિલ્લા બોર્ડર પર બેરીકેડીંગ લગાવી દીધું હતું. પોલીસ અને ખેડુતો વચ્ચે ભારે તકરાર થઈ હતી.