Not Set/ માદક અદાવાળી મોહિનિનો રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખને ફસાવવાનો પ્રયાસ, અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ઉપાડતા પહેલા ચેતજો…

ગુનાખોરી માટે હવે નવું માધ્યમ સોશિયલ મીડિયા બની રહ્યું છે,ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હોય તો સાથે સાથે જાગૃતિ રાખવી જરૂરી છે બને ત્યાં સુધી અજાણ્યા કોઇપણ સોશિયલ મિડીયામાંથી આવતાં વિડીયો કોલ રિસીવ કરવા જોઇએ નહિ,

Gujarat Rajkot
mohini2 માદક અદાવાળી મોહિનિનો રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખને ફસાવવાનો પ્રયાસ, અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ઉપાડતા પહેલા ચેતજો...

ગુનાખોરી માટે હવે નવું માધ્યમ સોશિયલ મીડિયા બની રહ્યું છે,ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હોય તો સાથે સાથે જાગૃતિ રાખવી જરૂરી છે બને ત્યાં સુધી અજાણ્યા કોઇપણ સોશિયલ મિડીયામાંથી આવતાં વિડીયો કોલ રિસીવ કરવા જોઇએ નહિ, અથવા તો આવા શંકાસ્પદ કોલ હોય તો તુરત જ કટ કરી બ્લોકમાં મુકી દેવા જોઇએ. સોશિયલ મિડીયા થકી ગુનાખોરીના પ્રયાસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં ખોટી રીતે થતા બ્લેકમેલિંગનો ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

mohini માદક અદાવાળી મોહિનિનો રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખને ફસાવવાનો પ્રયાસ, અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ઉપાડતા પહેલા ચેતજો...

IND vs ENG / ઈંગ્લેેન્ડે એકવાર ફરી જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

જેમાં રાજકોટ જિલ્લાના ખોખડદળ ગામમાં રહેતાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ નશીતને સોશિયલ મિડીયામાંથી સતત વિડીયો કોલ અજાણ્યા નંબરથી આવતાં તેમણે એક કોલ રિસીવ કરતાં કોલ કરનાર યુવતિએ પોતાના કપડા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું.એટલું જ નહીં ત્યારબાદ વિડીયોકોલ કરનાર મોહિનીએ ફોન કરી તમે ખોટુ કર્યુ છે, કેસ થશે, તમે મને જોતાં હો એવો વિડીયો રેકોર્ડ થઇ ગયો છે, તેને અલગ-અલગ ગ્રુપમાં મુકી દઇશ.તેમ કહી ડરાવી ધમકાવી પૈસા માંગી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરતાં આ મામલે બાબુભાઇ નશીતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.

ક્રિકેટ ઈતિહાસ / ક્રિકેટની રમતને મળી છે આજનાં દિવસે ઘણી યાદગાર પળો, જાણો વિસ્તારમાં

તમે વિડિયો કોલ કરો નહિ પરંતુ ઉપાડો તો પણ ફસાઇ જવાની શક્યતા : બાબુભાઈ નશીત

ભાજપના તાલુકા પ્રમુખ બાબુભાઈ નશીત એ જણાવ્યા પ્રમાણે  હકિકતે મેં વિડીયો કોલ નહોતો કર્યો, પણ મને સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં મને ફસાવીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો હતો.આ મામલે મેં સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ આપી છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી અનેક અરજીઓ આવી છે.મારા મોબાઈલ ફોનમાં એક સાથે પાંચ વખત વિડીયો કોલ આવ્યા હતા જેમાંથી એક વખત મારાથી કોલ ઉપડી ગયો હતો ત્યારે સામે છોકરીએ તૈયાર વિડ્યો કલીપ જ પ્લે કરી દીધી જેમાં કપડાં ઉતરતા હોય એવું દેખાય રહ્યું હતું અને આ વિડીયો કોલનું એમણે રેકોર્ડિંગ પણ ચાલુ જ હતું એટલે મને અજુગતું લાગતા મેં તાત્કાલિક વિડીયો કોલ કટ કરી દીધો અન્ય કોઈ લોકો આવા માં ફસાઈ નહીં તે માટે મેં સાઇબર ક્રાઇમમાં અરજી કરી છે.

ફરિયાદની ફાઈલ કોપી

આવી અસંખ્ય અરજીઓ, મોટાભાગે અન્ય પ્રાંતના લોકેશન 

સાયબર ક્રાઇમ પોલીસ મથકના સિનીયર પોલીસ ઇન્સ્પેકટર V.J.ફર્નાન્ડીઝને બાબુલાલ નશીતની અરજી બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવતાં અમે મુળ સુધી પહોંચવા મહેનત કરી છે. પરંતુ કોલ ડિટેઇલ સીડીઆર વેસ્ટ બેંગાલની હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખુબ મુશ્કેલ બની જતું હોય છે. અમને મળેલી આવી અરજીઓની તપાસ થઇ રહી છે.

Mann ki Baat / મિતાલી રાજને 10 હજાર રન પૂરા કરવા બદલ PM મોદીએ અભિનંદન પાઠવ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…