Surat/ 26 વર્ષ પહેલા કર્યો હતો હત્યાનો પ્રયાસ, વતનમાં પરત ફરતા જ પોલીસે કરી ધરપકડ 

સુરતમાં 26 વર્ષ પહેલા હત્યાના પ્રયાસના ગુનામાં ભાગતા ફરતા આરોઓને એમ હતું કે, હવે પોલીસ નહીં પકડે પણ વતનમાંથી આવતા જ થઈ ધરપકડ

Gujarat Surat
surat crime

@અમિત રૂપાપરા સુરત

આરોપી મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ગુનો આચાર્ય બાદ તે ઓરિસ્સા જતો રહ્યો હતો. આરોપી સામે હત્યાના પ્રયત્નો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીના તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી આ ઘટનાને અંજામ આપ્યા બાદ ઓરિસ્સા ભાગી ગયો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી સુરત આવ્યો છે અને સચિન વિસ્તારમાં સંચા પર કામ કરે છે. જેથી પોલીસે તમામ બાબતોની ખરાઈ કરીને 26 વર્ષથી હત્યાના પ્રયાસના ગુનામાં ભાગતા ફરતા આરોપીની ધરપકડ પીસીબી દ્વારા કરવામાં આવી છે. આ આરોપીને એવો વિશ્વાસ હતો કે તેને 20 વર્ષ પહેલા જે ગુનાને અંજામ આપ્યો હતો તે ગુનામાં હવે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે નહીં.

આરોપીનું નામ ડોક્ટર ઉર્ફે કાકા પ્રધાન છે અને તેને એવો વિશ્વાસ હતો કે તેને જે ગુનો આચાર્ય છે તેના 26 વર્ષ થયા છે એટલે હવે પોલીસ દ્વારા તેને પકડવામાં આવશે નહીં પરંતુ આરોપીએ ગુનો કર્યો હતો તેના 26 વર્ષ બાદ પણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જૂના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને 295 જેટલા જુના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં 10 વર્ષથી અલગ અલગ ગુનામાં નાસતા ફરતા 75 આરોપીનો સમાવેશ થાય છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ ગુનેગાર જે સુરત શહેરમાં ગુનાઓને અંજામ આપીને ભાગી ગયા છે તેમના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી અને રેકોર્ડ ના આધારે તેમના જુના એડ્રેસ પર જઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ઉપરાંત ટેકનિકલ રીતે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસની તમામ શાખાઓ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કે, વોન્ટેડ આરોપીને પકડવા માટે સવિશેષ ધ્યાન આપવામાં આવે. આ અભિયાનને લઈ અત્યાર સુધી વર્ષ 2023માં 295 જુના આરોપીને પકડવામાં આવ્યા છે. જેમાં 10 વર્ષ ઉપરના નાસતા ફરતા આરોપી હતા તેવા 75 આરોપીનો સમાવેશ થાય છે. જેમાંથી કેટલાક 15 વર્ષ, કેટલાક 20 વર્ષ તો કેટલાક 25 વર્ષ કે 26 વર્ષ પહેલાના ગુનાઓમાં વોન્ટેડ આરોપી હતા. આ અભિયાન થકી સુરત પોલીસ દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે કે કોઈપણ ગુનેગાર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યા બાદ સુરક્ષિત રહી શકશે નહીં. પોલીસના હાથ અને કાયદાના હાથ તેના સુધી પહોંચશે.

આ પણ વાંચો:ભૂકંપ/કચ્છમાં 4.5 તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભારે દહેશત

આ પણ વાંચો:Scam/દહેગામમાં કોરોના સહાય માટે બોગસ પ્રમાણપત્રોથી 30 વારસદારોએ આચર્યું મસમોટું કૌભાંડ

આ પણ વાંચો:બેઠક/ભાવનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પદાઅધિકારીઓ અને અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક