Tellywood/ આ જાણીતા કોમેડિયને ઝેર ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ,પાડોશીઓએ બચવ્યો જીવ

તીર્થાનંદે કહ્યું હતું, ‘હા મેં ઝેર ખાધું હતું અને હું ગંભીર હતો. આર્થિક તંગી તથા પરિવારે સાથ છોડતાં હું કંટાળી ગયો છું.

Entertainment
ઝેર

કપિલ શર્મા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે, ટીવી પર કોમેડી કર્યા બાદ હવે તે OTT પર પણ સ્ટેન્ડઅપ કોમેડી કરતો જોવા મળશે. આ દરમિયાન કપિલ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેના શોમાં કામ કરતા એક કોમેડિયને ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કોરોના મહામારી અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા આ કોમેડિયનની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :PM મોદીની સુરક્ષામાં ચૂકને લઈને ભડકી કંગના રનૌત, કહ્યું- પંજાબને આતંકવાદીઓનો અડ્ડો  

આ કોમેડિયનનું નામ છે તીર્થાનંદ રાવ. જે એક મહાન મિમિક્રી આર્ટિસ્ટ પણ છે. તેણે ઘણી ફિલ્મો અને શો કર્યા છે. 27 ડિસેમ્બરની સાંજે તીર્થાનંદે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાડોશીઓને જાણ થતાં જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેનો જીવ બચાવી શકાયો હતો.

a 14 આ જાણીતા કોમેડિયને ઝેર ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ,પાડોશીઓએ બચવ્યો જીવ

એક વેબસાઈટ સાથે વાત કરતા તીર્થાનંદે સમગ્ર ઘટનાની માહિતી આપી છે. તેણે કહ્યું, મેં ઝેર ખાધું છે. આર્થિક સમસ્યાઓની સાથે મારા પરિવારના સભ્યો પણ મને છોડીને ચાલ્યા ગયા છે. જ્યારે મેં ઝેર ખાધું ત્યારે કોઈ મને મળવા ન આવ્યું. હું દેવામાં છું. હું ઘરે એકલો રહું છું. મારા પરિવારે મારી સારવાર માટે એક પૈસાનું પણ રોકાણ કર્યું નથી. પત્નીએ બીજા લગ્ન કરી લીધા છે.

આ પણ વાંચો :કોરોનાના વધતાં કેસો વચ્ચે 31 જાન્યુઆરીએ યોજાનારા ગ્રેમી એવોર્ડ્સ સ્થગિત કરાયો

સુસાઇડ જેવું પગલું ભર્યા બાદ તીર્થાનંદે કહ્યું હતું, ‘હું મારા પરિવાર તથા કામની વચ્ચે ફસાઈ ગયો છું. મને ખબર નથી પડતી કે હું આમાંથી કેવી રીતે બહાર આવું. કામ પણ બંધ છે અને ઘરમાં એકલતા છે. આથી જ મેં આ પગલું ભર્યું હતું. જોકે, પોલીસ, ડૉક્ટર્સ તથા મિત્રોના સમજાવ્યા બાદ હવે ક્યારેય આવું કરીશ નહીં. હિંમત હારીશ નહીં. જ્યારે હું બેહોશ હતો ત્યારે ડૉક્ટરે પોલીસને પણ ફોન કર્યો હતો. પોલીસ પણ મારા ઘરના લોકોના વર્તનથી નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેમણે મને એમ કહ્યું હતું કે વિશ્વાસ નથી થતો કે આ લોકો તારા સગા છે. મેં પોલીસની માફી માગી છે. હવે ઈચ્છું છું કે મને કામ મળે અને મારા પેશનને ફોલો કરું.’

a 15 આ જાણીતા કોમેડિયને ઝેર ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ,પાડોશીઓએ બચવ્યો જીવ

વધુમાં તીર્થાનંદે કહ્યું હતું, ‘હું વિરારનો છું. મને એક્ટિંગનો શોખ હતો અને છેલ્લાં 15 વર્ષથી એક્ટિંગ કરું છું. આ કામે મને ઘણું બધું આપ્યું છે. બ્રાન્ડેડ કપડાં, ટ્રાવેલિંગ, સારા પૈસા બધું જ, પરંતુ હું અત્યારે પાછો ઝીરો થઈ ગયો છું. મેં આઠ અલગ અલગ ભાષામાં કામ કર્યું છે. મને ઇન્ડસ્ટ્રીમાં નાના પાટેકરનો લુકઅલાઇક કહેવામાં આવે છે. હું તેમની મિમિક્રી કરતો હતો તો મારી ઇમેજ પણ નાના પાટેકરની ડુપ્લીકેટ બની ગઈ. હાલમાં જ મારી એક ફિલ્મ રિલીઝ થઈ. મેં પોલીસનો રોલ ભજવ્યો છે. મારા કામના વખાણ થયા છે, પરંતુ વખાણથી પેટ ભરાતું નથી. પ્રોડ્યૂસર્સે પૈસા જ આપ્યા નથી. નાનકડાં ડિજિટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ કરી હતી. તેના પણ પૈસા નથી મળ્યા.’

આ પણ વાંચો :33 હજાર રૂપિયાનું ટી-શર્ટ પહેરીને પણ ટ્રોલ થઈ કરીના કપૂર, ફેન્સે કહ્યું- પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ…

તીર્થાનંદે આગળ કહ્યું હતું કે ‘કોમેડી સર્કસ’ના ‘અજુબા’માં કામ કર્યું છે. અહીંયા તેણે શ્વેતા તિવારી, કપિલ શર્મા સાથે કામ કર્યું હતું. 2016માં કપિલના શોના કેટલાંક એપિસોડમાં કામ કર્યું હતું. તે સમયે કપિલ તથા સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે કપિલે એક કેરેક્ટર માટે કૉલ કર્યો હતો. જોકે, તે સમયે ગુજરાતી ફિલ્મ કરતો હતો. વર્ક કમિટમેન્ટને કારણે કપિલના શોમાં કામ કરી શક્યો નહીં. હવે તબિયત ઠીક થઈ જશે ત્યારે કપિલ પાસે કામ માગવા જઈશ.

a 15 1 આ જાણીતા કોમેડિયને ઝેર ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ,પાડોશીઓએ બચવ્યો જીવ

તીર્થાનંદ રાવે કપિલ શર્મા શોમાં પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે તીર્થાનંદ રિયલ લાઈફમાં પણ નાના પાટેકરના ફેન છે. તે નાના પાટેકરના દેખાવ માટે પણ જાણીતો છે. તેણે ઘણી વખત નાના પાટેકરની નકલ પણ કરી છે. સોશિયલ મીડિયા પર નાના સાથે તેની તસવીરો પણ છે.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પહોંચ્યા શિરડી સાંઈ મંદિર, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :Money Heist ની આ અભિનેત્રી છે ભારતીય સંસ્કૃતિની ચાહક, ન માનવામાં આવે તો જોઇ લો આ ફોટો