ICC T-20 WORLD CUP/ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, ડેવિડ વોર્નરના 65 રન

ઓસ્ટ્રેલિયાએ 155 રનનો ટાર્ગેટ 17 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 65 રન બનાવ્યા હતા.

Top Stories Sports
shrilanka ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, ડેવિડ વોર્નરના 65 રન

ICC  T20 વર્લ્ડ કપની આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ 155 રનનો ટાર્ગેટ 17 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 65 રન બનાવ્યા હતા. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષે 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક-પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ 2-2 વિકેટ લીધી હતી.

 

Two in two for Australia ✌️

#T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/Xv8KlB4f0I

— T20 World Cup (@T20WorldCup) October 28, 2021