જુલાઈથી ક્રિકેટની રમતને નવું ફોર્મેટ મળવા જઈ રહ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) 21 મી જુલાઇથી ધી હન્ડ્રેડસનું આયોજન કરવા જઈ રહ્યું છે. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આયોજકોને મોટો ઝટકો લાગ્યો છે. કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયાની ઓછામાં ઓછી 10 મહિલા ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. આયોજકો દ્વારા પગાર ઉપરાંત ખેલાડીઓને વધારાની મોટી રકમ પણ ઓફર કરવામાં આવી હતી, તેમ છતાં આ મહિલા ખેલાડીઓ તેમના નિર્ણય પર અડગ છે.
ધ ટેલિગ્રાફ અનુસાર, મહિલા ખેલાડીઓને લીગમાં 16 લાખ રૂપિયા પગાર ઓફર કરવામાં આવ્યો છે. પગાર ઉપરાંત ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓને 10 લાખ રૂપિયાની વધારાની ચુકવણી કરવાની પણ ઓફર કરવામાં આવી છે. હાલની ઓસ્ટ્રેલિયાની ટીમમાં શામેલ 11 માંથી 10 ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. હાલની ટીમમાં ઓસ્ટ્રેલિયાથી ફક્ત એલિસ પેરી જ રમવા માટે તૈયારી દર્શાવી છે. જોકે, હજી સુધી તે જાણી શકાયું નથી કે તેણે 10 લાખ રૂપિયાની ચુકવણી સ્વીકારી છે કે નહીં.
સ્ત્રી અને પુરુષ ખેલાડીઓના પગારમાં મોટો તફાવત
ધ હન્ડ્રેડસ લીગમાં પણ સ્ત્રી અને પુરુષ ખેલાડીઓના પગારમાં મોટો તફાવત છે. પુરૂષ ખેલાડીઓએ વધુમાં વધુ 1 કરોડ રૂપિયા અને મહિલા ખેલાડીઓએ ફક્ત 16 લાખ રૂપિયા પગાર ઓફર કરવામાં આવ્યો છે. લઘુતમ પગારની વાત કરીએ તો પુરુષોને 25 લાખ અને મહિલા ખેલાડીઓએ લગભગ 4 લાખ મેળવવાની રહેશે. 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં 8-8 ટીમો જોવા મળશે. દરેક ટીમમાં 15-15 ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વધારાની ફી કોરોનાને કારણે આપવામાં આવી રહી છે
કોરોના અને ક્વોરેન્ટાઇન વચ્ચે ખેલાડીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, ઇસીબીએ વિદેશીઓને વધારાની ફી ચૂકવવાની ઓફર કરી છે. ખેલાડીઓએ તેમના પોતાના દેશમાં લગભગ 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની વાપસી બાદ ઘરેલુ ક્રિકેટરોને તક આપવામાં આવશે. મોટા ખેલાડીઓની પીછેહઠને કારણે આયોજકોને આંચકો લાગ્યો છે.
ક્રિકેટમાં સામાન્ય રીતે એક ઓવર એટલે કે 6 બોલ બાદ બોલર બદલાઈ જાય છે. પરંતુ ધ હન્ડ્રેડસમાં, 10 બોલ પછી બોલર બદલાશે. એટલે કે, 10 બોલની એક ઓવર રહેશે. એક બોલર સળંગ 10 બોલ નાખશે. મેચની વાત કરવામાં આવે તો કોઈ બોલર વધુમાં વધુ 20 બોલ ફેંકી શકે છે. 25-બોલનો પાવરપ્લે ચાલુ રહેશે. એટલે કે, ફક્ત ફિલ્ડરો જ 30-યાર્ડની લાઇનની બહાર રહી શકશે. એક મેચ 150 મિનિટમાં સમાપ્ત થશે. ઇનિંગની વચ્ચે અઢી મિનિટનો વિરામ આપવામાં આવશે.