સરપંચ સસ્પેન્ડ/જામનગર: સચાણા ગામના સરપંચ સસ્પેન્ડ, પાણી સમિતિનો મનસ્વી વહિવટ કર્યો હતો, સરપંચ જુમાભાઈ કકલને કરાયા સસ્પેન્ડ, રેકર્ડની ખરાઈ કરતાં સમગ્ર મામલો આવ્યો સામે, 2018-21માં પાણી વેરાની ખોટી પહોંચો બનાવી હતી, વસૂલાતના કોઈ હિસાબો ન રાખવા સહિતની ગેરરીતિ, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરાયા, ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોંપાયો
મેડિકલ ઓફિસર/રાજકોટ: મેડિકલ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો, સિવીલ હોસ્પિટલનો મેડિકલ ઓફિસરે પીધો હતો દારૂ, સાહિલ ખોખર નામનો તબીબની કરાઇ ધરપકડ સિવીલ હોસ્પિટલમાં જ કરતો હતો દારૂનું સેવન
અકસ્માત/વડોદરા: લકઝુરીયસ કારે બાઇકને લીધી એડફેટે, મોટસસાયકલ સવાર દંપતીને લીધુ અડફેટે, સારવાર દરમ્યાન મહિલાનું થયુ મોત, અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલની અટકાયત, સ્નેહલ પટેલ કારના શો રૂમમાં સેલ્સ મેનેજર છે, પાસિંગ માટે આવેલી કાર લઈ મિત્રો સાથે નિકળ્યો હતો, સ્નેહલ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું
રોગચાળો/રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળાનો કહેર, આરોગ્ય કેન્દ્રમાં જ એક સપ્તાહમાં 480 દર્દી, ત્રણ સપ્તાહથી વાયરલ બીમારીના કેસ વધ્યા, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો, 1 જાન્યુ.થી પાંચ ફેબ્રુઆરી સુધીમાં 1877 કેસ, તાવ, શરદી, ઉધરસ ,ઝાડાના કેસમાં વધારો, ઉલટી જેવા સામાન્ય કેસમાં પણ વધારો
ધુમ્મસ/બગસરા પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધુમ્મસ વાહનચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબુર વહેલી સવારે ધુમ્મસથી વાહનચાલકો પરેશાન