Suicide Case/ આયેશા આત્મહત્યા કેસ : પતિ આરીફની રાજસ્થાનથી ધરપકડ, આજે અમદાવાદ લવાશે

આખરે અમદાવાદની આયેશાને આત્મહત્યા માટે મજબુર કરનાર તેના પતિને પોલીસે ઝડપી પાડયો છે.આ કેસમાં પતિ આરીફની ક્રૂરતા એ તો હદ વટાવી દીધી હતી. આયેશાના હસતા હસતા આત્મહત્યા કરવાનો વિડિયો

Gujarat
aarif આયેશા આત્મહત્યા કેસ : પતિ આરીફની રાજસ્થાનથી ધરપકડ, આજે અમદાવાદ લવાશે

આખરે અમદાવાદની આયેશાને આત્મહત્યા માટે મજબુર કરનાર તેના પતિને પોલીસે ઝડપી પાડયો છે.આ કેસમાં પતિ આરીફની ક્રૂરતા એ તો હદ વટાવી દીધી હતી. આયેશાના હસતા હસતા આત્મહત્યા કરવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દેશભરમાં તેના પર ફિટકાર વરસી રહી હતી. તેને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે. તેમજ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ આયેશા સાથે થયેલા અન્યાય બદલ ન્યાયની માંગણી કરી રહ્યો હતો.વટવાની યુવતી આયેશા મકરાણીને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસ બે દિવસથી રાજસ્થાનમાં આરિફની શોધખોળ કરી રહી હતી. સોમવારે મોડી રાત્રે પાલીમાં સંબંધીના લગ્નપ્રંસગમાંથી આરિફને ઝડપી લેવાયો હતો. રે આજે તેને અમદાવાદ લાવવામાં આવશે.

Suicide Case / ગર્ભવતી આયેશાને સસરાએ અને પતિએ માર્યો માર અને થયું મિસકેરેજ : પરિવારના ચોંકાવનારા ખુલાસાઓ

aayesha liyakat ali 1 આયેશા આત્મહત્યા કેસ : પતિ આરીફની રાજસ્થાનથી ધરપકડ, આજે અમદાવાદ લવાશે

21 ઓગસ્ટે સાસરિયા વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી

બીજી તરફ આયેશાના પિતાએ પણ આરિફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, આરિફને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ હતા અને તેની વારંવાર પૈસાની માગણીઓને કારણે મનમાં લાગી આવતા આયેશાને મિસકેરેજ પણ થઈ ગયું હતું.આયેશાના પિતા લિયાકતઅલી મકરાણીએ આરિફ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, લગ્નના થોડા સમય બાદ આયેશા ગર્ભવતી થતા તેને આશા હતી કે તેનો પતિ આ સાંભળીને ખુશ થશે, પરંતુ આરિફેે તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું. આથી આયેશાને મનમાં ખૂબ રંજ થયો હતો, તેની તબિયત લથડતા તેનું મિસકેરેજ થયું હતું. ત્યાર બાદ સમાજના વડીલોની મધ્યસ્થી અને દોઢ લાખ રૂપિયા આપતા આરિફ આયેશાને તેડી ગયો હતો. સમયાંતરે આરિફ અને તેનાં માતાપિતા તથા બહેન દહેજ મામલે આયેશાને પરેશાન કરતાં હતાં અને અવારનવાર પિયરે મોકલી દેતાં હતાં. આ મામલે કોઈ નિકાલ ન આવતા અંતે આયેશાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ગત 21 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી.

Exam / CICSE બોર્ડ પરીક્ષાઓની તારીખ જાહેર : 10માં ધોરણની પરિક્ષાઓ 5 મે અને 12મા ધોરણની પરિક્ષાઓ 8 એપ્રિલથી પ્રારંભ

aisha આયેશા આત્મહત્યા કેસ : પતિ આરીફની રાજસ્થાનથી ધરપકડ, આજે અમદાવાદ લવાશે

જો આયેશાના પતિએ ફોનમાં વાતચી વખતે મજબૂર ન કરી હોત તો તેણે છલાંગ લગાવી ન હોત

આયેશાના પિતાએ વધુ આક્ષેપો કરતા કહ્યું કે, આરિફને ઝાલોરની જ એક યુવતી સાથે સંબંધ છે. આ બાબતની જાણ આયેશાને ત્યારે થઈ જ્યારે તેની હાજરીમાં જ વીડિયો કોલ કરી તે યુવતી સાથે વાત કરતો હતો. આયેશાના પિતા અને તેમના વકીલ જફરખાન પઠાણના જણાવ્યા અનુસાર આયેશાએ આ વાતનો વિરોધ કરતા આરિફે કહ્યું હતુ કે, ‘હું તેને જ પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન માત્ર મોજશોખ ખાતર જ કર્યાં છે.’ ત્યાર બાદ તે આયેશાને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો.આયેશાએ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે વારંવાર તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા દબાણ કર્યું હતું અને તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. એક તબક્કે આયેશાએ આત્મહત્યા કરી લઈશ તેમ કહેતા આરિફે ‘કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતા પહેલા વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.’ એમ કહ્યું હતું. ત્યાર બાદ આયેશાએ માતાપિતા સાથે વાત કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

Agitation / ખેડૂતો બાદ GST અને ઇ-કોમર્સ સહિતનાના મુદ્દાઓને લઈને 5 માર્ચ થી 8 કરોડ વેપારીઓનું મહા આંદોલન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…