Not Set/ અયોધ્યા કેસ/ “મંદિર વહી બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે”નાં વાર કરનાર શિવસેનાએ મોદી સરકારને આવુું રોકડું પરખાવ્યું

“મંદિર વહી બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે” અને “મોદી સરકાર અયોધ્યા મામલે અધિનિયમ લાવે”  જેવા વેઘક પ્રહારો સમયે સમયે કરાનારી શિવસેના દ્વારા રામ જન્મભૂમી  – બાબારી મસ્જીદ કેસમાં સુપ્રીમ શનિવારે ચૂકાદો સંભળાવશેની વાત જાહેર થવાની સાથે જ સરકાર પર આ મામલે ફરી હલ્લો બોલતા આક્રમક અને તિખી પ્રતિક્રીયા આપી હતી. ‘અયોધ્યા જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટ […]

Top Stories
sena અયોધ્યા કેસ/ "મંદિર વહી બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે"નાં વાર કરનાર શિવસેનાએ મોદી સરકારને આવુું રોકડું પરખાવ્યું

“મંદિર વહી બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે” અને “મોદી સરકાર અયોધ્યા મામલે અધિનિયમ લાવે”  જેવા વેઘક પ્રહારો સમયે સમયે કરાનારી શિવસેના દ્વારા રામ જન્મભૂમી  – બાબારી મસ્જીદ કેસમાં સુપ્રીમ શનિવારે ચૂકાદો સંભળાવશેની વાત જાહેર થવાની સાથે જ સરકાર પર આ મામલે ફરી હલ્લો બોલતા આક્રમક અને તિખી પ્રતિક્રીયા આપી હતી.

‘અયોધ્યા જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવા પર છે, ત્યારે શિવસેનાએ એક અખબારી નોંધમાં જણાવ્યું છે કે, પૂર્વે અમે સરકારને રામ મંદિર નિર્માણ અંગે કાયદો બનાવવા વિનંતી કરી હતી, પરંતુ સરકારે તે કર્યું નહીં.  હવે જ્યારે SC અયોધ્યા જમીન વિવાદ મામલામાં ઓર્ડર આપી રહી છે ત્યારે સરકાર તેના માટે ક્રેડિટ લઈ શકશે નહીં.

આપને જણાવી દઇએ કે શિવસેના દ્વારા ચૂંટણી 2019 પૂર્વે મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળ સમયે અયોધ્યા મુદ્દો ફરી જીવીત કરવામાં આવ્યો હતો. અને સેના પ્રમુખ દ્વારા અયોધ્યામાં જઇને આક્રમક વિધાનો કરવાની સાથે સાથે સંસદમાં પણ આ મામલે સરકારને ધેરવાની કોશિશ કરવામાં આવી હતી. શિવસેના દ્વારા ત્યારે કેન્દ્ર સરકારને તેવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર અધિનિયમ લાવે તમામ વિપક્ષને આ મામલે એકઠા કરવાનું કામ શિવસેના કરશે. જો કે, સરકાર દ્વારા અને ખાસ કરીને PM મોદી દ્વારા ત્યારે પણ જણાવવામાં આવ્યું હતું કે, હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને તે સુપ્રીમનાં ફેસલાની રાહ જોશે અને ન્યાયતંત્રના ફેસલાને સર્વ પરિતા આપતા તે જે આવે તે સ્વાકારશે.

આજે જ્યારે ફેસલાનો સમય આવી ગયો છે ત્યારે શિવસેના દ્વારા પહેલી બંધુક સરકાર સામે તાકી અને ફોડી દેવામાં આવી છે કે, તમે જેતે સમયે સુપ્રીમની આડ લીધી હતી, હવે જ્યારે સુપ્રીમ જ્યારે ફેસલો આપી રહી છે ત્યારે ફેસલાની જશ કે યસ ભાજપ અને મોદી સરકારે બિલકુલ મળવા પાત્ર નથી તેને તે ન લેવો જોઇએ અને ન લેવાની કેશિશ કરવી જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન