Not Set/ અયોધ્યા ચુકાદો/ જસ્ટિસ નઝીરને તાત્કાલિક અસરથી અપાઇ Z સુરક્ષા, જાણો શું છે કારણ

મોદી સરકારે સુપ્રિમ કોર્ટનાં જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે, જેમણે અયોધ્યા કેસ અંગે ચુકાદો આપ્યો છે. જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) થી જીવનું જોખમ છે. આ જોતાં સરકારે સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, અયોધ્યા કેસ પર ચુકાદો […]

Top Stories India
Justice S Abdul Nazeer અયોધ્યા ચુકાદો/ જસ્ટિસ નઝીરને તાત્કાલિક અસરથી અપાઇ Z સુરક્ષા, જાણો શું છે કારણ

મોદી સરકારે સુપ્રિમ કોર્ટનાં જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે, જેમણે અયોધ્યા કેસ અંગે ચુકાદો આપ્યો છે. જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) થી જીવનું જોખમ છે. આ જોતાં સરકારે સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

આપને જણાવી દઈએ કે, અયોધ્યા કેસ પર ચુકાદો જાહેર કરવા સુપ્રીમ કોર્ટનાં પાંચ ન્યાયાધીશોમાં ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર હતા. ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને સ્થાનિક પોલીસને નાઝિર અને તેમના પરિવારનાં સભ્યોને સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યો છે. અયોધ્યા કેસ અંગે નિર્ણય લેવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ અને અન્ય લોકોથી અબ્દુલ નઝીર અને તેમના પરિવારનાં જીવનું જોખમ હોવા વિશે આગાહી આપી છે.

અધિકારીઓએ એએનઆઈને જણાવ્યુ કે સુરક્ષા દળો અને પોલીસને તાત્કાલિક અસરથી ન્યાયમૂર્તિ નઝીર અને તેમના પરિવારને કર્ણાટક અને દેશનાં અન્ય ભાગોમાં ઝેડ-કેટેગરી સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ નઝીર બેંગ્લોર, મંગલુરુ અને રાજ્યનાં કોઈપણ ભાગમાં પ્રવાસ કરશે ત્યારે તેમને કર્ણાટક કોટાથી ‘ઝેડ’ કેટેગરી સુરક્ષા આપવામાં આવશે.

આપને જણાવી દઇએ કે સીઆરપીએફ અને પોલીસનાં લગભગ 22 જવાનો ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષામાં તૈનાત છે. સરકારે 9 નવેમ્બરનાં રોજ ચુકાદો આવે તે પહેલાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને અગાઉ ‘ઝેડ પ્લસ’ સુરક્ષા આપી હતી. 9 નવેમ્બરનાં રોજ સુપ્રીમ કોર્ટનાં પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે અયોધ્યા કેસ અંગે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો. વિવાદિત જમીન રામલાલાને આપવા આદેશ કરાયો હતો, જ્યારે સુન્ની વક્કફ બોર્ડને પાંચ એકર જમીન આપવા જણાવ્યું હતું. જ્યારે નિર્મોહી અખાડાનાં દાવાને નકારી કાઠવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.