Not Set/ રક્ષાબંધનના પર્વે બજારમાં આવી અનોખી મીઠાઈ, આરોગ્યને બનાવશે વધુ મજબૂત

રક્ષાબંધન તહેવારને લઈને મીઠાઈ બજારમાં આવી  ગઈ છે એવી મીઠાઈ કે, જેનાથી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની મીઠાશ તો વધશે, પરંતુ  આ મીઠાઈ આરોગ્યને પણ મજબુત બનાવશે.

Surat Trending
vrasad 1 રક્ષાબંધનના પર્વે બજારમાં આવી અનોખી મીઠાઈ, આરોગ્યને બનાવશે વધુ મજબૂત

રક્ષાબંધન તહેવારને લઈને મીઠાઈ બજારમાં આવી  ગઈ છે એવી મીઠાઈ કે, જેનાથી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની મીઠાશ તો વધશે, પરંતુ  આ મીઠાઈ આરોગ્યને પણ મજબુત બનાવશે.  કોરોનાના વ્યાપ વચ્ચે રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સુરતમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે એક અનોખી વિશેષ મીઠાઈ બજારમાં આવી છે. ખાસ આયુર્વેદિક મીઠાઈ સુરતના આયુર્વેદિક ડોક્ટર મીરા સાપરિયા દ્વારા બનાવવામાં આવી છે. જે રીતે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરાઈ છે તેને ધ્યાને રાખી બજારમાં મીરા સાપરિયા દ્વારા વિશેષ જડીબુટ્ટી અને ઔષધિ સાથે મીઠાઈ બનાવી છે. ખાસ કરીને શરીરમાં  ઇમ્યુનિટી બુસ્ટર વધે તે પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે કાજુકતરી અને ડ્રાયફ્રુટ વાળી,  હનીમસ્તી મીઠાઈ કોઈ પણ પ્રકારના એસન્સ કે હાઇજિન પદાર્થ વગર બનાવામાં આવી છે. આ મીઠાઈની વિશેષતા એ છેકે તે સુવર્ણ ભસ્મ યુક્ત બનાવામાં આવી છે.

હની મસ્તી

હની મસ્તી મીઠાઈમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર સુવર્ણ ભસ્મ ,મધ અને વિવિધ આયુર્વેદીક ઔષધ નો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. સુવર્ણ ભસ્મ પ્રાચીન કાળથી સ્વાસ્થ્ય માટે મહત્વનો આયુર્વેદિક ઉપચાર ગણાવામાં આવ્યો છે. આયુર્વેદમાં બાળક જન્મે ત્યારથી સુવર્ણ ભસ્મનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા થતો આવ્યો છે. જેને સુવર્ણ પ્રાસન કહેવાય છે. આમ સુવર્ણ ભસ્મ સૌથી અસરકારક ઇમ્યુનો મોડ્યુલેટર,એન્ટીવાયરલ થતા શરીરનું પોષણ કરનાર ઔષધ છે. જેથી કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને આ તહેવાર આયુર્વેદિક સાથે તહેવાર ઉજવાય તેવી મીઠાઈ બનાવી છે.

આયુર્વેદિક મીઠાઈ આરોગ્યને બનાવશે વધુ મજબૂત

ત્રીજી લહેરને ધ્યાને રાખીને ડો.મીરા સપરિયા દ્વારા બાળકો અને દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે તે આશયથી તેમણે આયુર્વેદિક ઔષધો અને સુવર્ણ ભસ્મ સાથેની જુદી જુદી મીઠાઈઓ તૈયાર કરી છે. ત્યારે આયુર્વેદિક ડોક્ટર દ્વારા બનાવામાં આવેલ મીઠાઈની સુરતમાં જ નહીં અન્ય શહેરો રાજ્ય અને દેશમાં માંગ જોવા મળી છે. ડો મીરા બહેને જણાવ્યું હતું કે આ મીઠાઈ આયુર્વેદના ઔષધો માંથી બનતી હોવાથી ઓર્ડર પ્રમાણે મીઠાઈ બનાવીએ છીએ. ખાસ આ વખતે રક્ષા બંધન તહેવાર પર આયુર્વેદિક કાજુકતરી અને નેચરલ ડ્રાયફ્રુટ માંથી હની મસ્તી મીઠાઈ બનાવામાં આવી છે. કોરોનાના કારણે અન્ય દેશોના મળતા ઓર્ડર નથી લઈ શકાયા પરંતુ અન્ય રાજ્યો માંથી મળેલા ઓર્ડર મુજબ મીઠાઈ બનાવી દેવામાં આવી છે અને મોકલી આપવામા આવી છે.

નેચરલ ડ્રાય ફ્રુટ માંથી બનાવેલા હની મસ્તી મીઠાઈમાં સ્વીટનેસ માટે અંજીર, સરગવાનું મધ તથા પામ મિસરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે આયુર્વેદના ઔષધો, સુવર્ણ ભસ્મ, શંખ ભસ્મ, ગળોસ્તવ, અભ્રકભસ્મ, સૂંઠ, પીપલી, એલચી, વચા વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારનાર સ્મૃતિવર્ધક શ્વસનતંત્ર પર કાર્ય કરનાર તથા પાચન ક્રિયાને વધારવા ખૂબ જ લાભદાયી ઔષધિ છે. આ મીઠાઈ high protein કેલ્શિયમ તથા આયરન યુક્ત હોવાથી શરીરનું પોષણ કરનાર બની રહે છે જેથી હેલ્થ પ્રત્યે જાગૃત લોકો સ્પોર્ટ પર્સન, પ્રેગનેટ મહિલા,  બાળકો, વૃદ્ધો બધાને ખૂબ જ ઉપયોગી રહે છે. આ સાથે કાજુકતરી માં પણ માત્ર કાજુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે પણ અન પોલીસ કાજુ નો ઉપયોગ કરવામાં આવે છે.જેથી કુદરતી રીતે તેની મીઠાશ અને સ્વાદ અદભુત રહે છે. સાથે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓર્ગેનિક સુગરમાંથી બનાવવામાં આવે છે. અને અને તેની સાથે સુવર્ણ ભસ્મ અને જુદી જુદી ઔષધી મિક્સ કરી વૈદિક રીતે વિશેષ પ્રાચીન પદ્ધતિથી આ કાજુકતરી બનાવવામાં આવે છે.

આજે સુરતમાં અનેક વિસ્તારો માંથી આ મીઠાઈ ની માંગ વધી છે.ખાસ કરીને જ્યારે કોરોના ભય હજુ પણ લોકોના મનમાં ભય કરી ગયો છે તેવામાં તહેવારની ઉજવણી સાથે આ મીઠાઈને લોકો પસંદ કરી રહયા છે.

વાર તહેવાર કે કોઈ પણ પ્રસંગ આવે એટલે તેની ઉજવણીમાં મીઠાશ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. મીઠાશ આવે એટલે મીઠાઈ આવે અને જ્યારે કોરોનાનો ભય સતાવતો હોય અને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો કોઈ ને કોઈ રસ્તો જાડી જતો હોય છે.તેવું કાંઈક આજના તહેવારમાં મીઠાઈ રસિકો માટે આ આયુર્વેદિક મીઠાઈ સામે આવી છે અને તેને લોકો ખૂબ પસંદ પણ કરી રહયા છે.

પ્રતિબંધ / ફેસબુક બાદ યુટ્યુબ અને વોટ્સએપએ મુક્યો તાલીબાન પર પ્રતિબંધ

વપરાશકર્તાઓ ચહેરાના હાવભાવ સાથે મોબાઇલને કરી શકશે ઓપરેટ

હેકરને તે જ કંપનીમાં નોકરી મળી જ્યાંથી ક્રિપ્ટોકરન્સી ચોરાઈ હતી

સેમસંગ આપશે 50,000 યુવાનોને તાલીમ અને રોજગારી, NSDC સાથે MOU સાઇન કર્યા