Hate Speech/ હેટ સ્પીચ કેસમાં આઝમખાન દોષિત, બે વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં મોટો આંચકો લાગ્યો છે. રામપુરની MP MLA કોર્ટે આ મામલામાં આઝમ ખાનને દોષિત ઠેરવ્યો છે અને બે વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Top Stories India
Hate speech Azam khan હેટ સ્પીચ કેસમાં આઝમખાન દોષિત, બે વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં Hate Speech-Azamkhan મોટો આંચકો લાગ્યો છે. રામપુરની MP MLA કોર્ટે આ મામલામાં આઝમ ખાનને દોષિત ઠેરવ્યો છે અને બે વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે, જેમાં આઝમ ખાને એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે સીએમ યોગી (યોગી આદિત્યનાથ) અને રામપુરના તત્કાલીન ડીએમ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરી હતી.

આઝમ ખાન પર 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન Hate Speech-Azamkhan રામપુરના શહઝાદ નગર પોલીસ સ્ટેશનમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 0130 કલમ 171 – જી, 505 (1) (બી) અને 125 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેના પછી આજે કોર્ટે તેને બે વર્ષની સજા સંભળાવી છે. આ પહેલા પણ આઝમ ખાનને અન્ય નફરતભર્યા ભાષણના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ બાદમાં તે કેસમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

ભાજપના ધારાસભ્યએ સજા પર શું કહ્યું?

આઝમ ખાનને દોષી ઠેરવ્યા બાદ બીજેપી ધારાસભ્ય Hate Speech-Azamkhan આકાશ સક્સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. રામપુર કોર્ટમાં પહોંચેલા આકાશ સક્સેનાએ કહ્યું કે “આવું તો થવું જ રહ્યું, અમે હંમેશા સત્ય માટે લડ્યા છીએ અને સત્યની જીત થશે. અમને પૂરો વિશ્વાસ છે કે થોડા સમય પછી જે નિર્ણય આવશે, તે નિર્ણય સાબિત થશે. દેશ માટે ઉદાહરણ અને એવા રાજકીય લોકો કે જેઓ ન્યાયતંત્ર કે કોઈ રાજકીય નેતાને સમજી શક્યા નથી, આ ચુકાદો તેમની જીભ પર તાળા લગાવશે. મને ખાતરી છે કે આ કેસમાં મહત્તમ સજા થશે.”

આ મામલો વર્ષ 2019નો છે જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન Hate Speech-Azamkhan શહજાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધમોરામાં આઝમ ખાનની જાહેર સભાનો વિડીયો સામે આવ્યો હતો. આ ચૂંટણી સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ સંયુક્ત રીતે લડી હતી. તે સમયે આઝમ ખાન રામપુર સંસદીય બેઠક પરથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ADO પંચાયત અનિલ ચૌહાણે આઝમ ખાન વિરુદ્ધ શહજાદ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

 

આ પણ વાંચોઃ South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદઃ પાવાગઢમાં પગથિયા પરથી નદી વહી

આ પણ વાંચોઃ Duplicate Marksheet Scam\/ નાપાસ યુવાનોની માર્કશીટમાં સુધારો કરવાનો ગોરખધંધો બે યુવાનોને ભારે પડ્યો

આ પણ વાંચોઃ Indian Navy-Rafale/ પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને પડકારવા ભારતીય નૌકાદળને રાફેલની જરૂર

આ પણ વાંચોઃ PM Modi-UAE/ PM મોદીનું યુએઈમાં આગમનઃ ઊર્જા સુરક્ષા અને આર્થિક ભાગીદારીને પ્રાધાન્ય

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો