Not Set/ બી.એસ. યેદિયુરપ્પાનું કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું

કર્ણાટકનાં રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. સોમવારે બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.

Top Stories India
11 509 બી.એસ. યેદિયુરપ્પાનું કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું
  • કર્ણાટકનાં CM પદેથી યેદિયુરપ્પાનું રાજીનામું
  • બી.એસ.યેદિયુરપ્પાએ રાજીનામાનું કર્યુ એલાન
  • બે વર્ષ પૂર્ણ થવા પર રાજીનામું
  • લંચ બાદ ગવર્નરને સોંપશે રાજીનામુ
  • કર્ણાટકમાં હવે નવા CM મુદ્દે અટકળો શરૂ

કર્ણાટકનાં રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. સોમવારે બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કર્ણાટકની ભાજપ સરકારને આજે બે વર્ષ પૂરા થયા છે, આવી સ્થિતિમાં, દરેકની નજર હવે ભાજપ કોના હાથમાં કમાન આપશે તે જોવાનુ રહેશે.

11 510 બી.એસ. યેદિયુરપ્પાનું કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું

રાજકારણ / સંસદ ટ્રેક્ટર લઇને પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યુ-સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો કરી રહી છે પ્રયાસ

કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ તેમના પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. યેદિયુરપ્પાનાં કાર્યકાળનાં બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે ત્યારે આ સમયે તેમણે આ જાહેરાત કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે, હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકમાં ચાલી રહેલા ઉથલ-પાથલને ધ્યાનમાં રાખીને માનવામાં આવી રહ્યું હતું કે, યેદિયુરપ્પા તેમના પદ પરથી રાજીનામું આપશે. જો કે, અગાઉ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ યેદિયુરપ્પાનાં કાર્યની પ્રશંસા કરી હતી.

કારગિલ વિજય દિવસ / PM મોદીએ કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યુ- અમને તેમની બહાદુરી યાદ છે

બી.એસ. કર્ણાટકની ભાજપ સરકાર આજે બે વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે યેદિયુરપ્પાએ રાજીનામું આપવાનો નિર્ણય લેતા રાજકીય પક્ષો ચોંકી ગયા છે, હવે સૌની નજર છે કે હવે રાજ્યની કમાન કોણ ભાજપને સોંપી રહ્યું છે. યેદિયુરપ્પાએ રાજીનામું આપતા પહેલા મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, મારે કર્ણાટકનાં લોકો માટે ઘણું કામ કરવું છે. આપણે બધાએ સખત મહેનત કરવી જોઈએ. યેદિયુરપ્પાએ કહ્યું કે તે હંમેશાં અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે. યેદિયુરપ્પા સતત કહેતા હતા કે, દિલ્હીમાં રાજીનામું આપવાને લઇને કોઇ વાત થઇ નથી. રવિવારે સાંજે પણ તેમણે કહ્યું હતું કે, હાઈકમાન્ડે હજી કંઇ કહ્યું નથી. સરકારનાં બે વર્ષ પૂરા થવા નિમિત્તે સોમવારે કાર્યક્રમ છે. અહીં હું તે બે વર્ષની સિદ્ધિઓ વિશે જણાવીશ. તે પછી તમને વધુ માહિતી આપવામાં આવશે. આ પછી આજે તેમણે રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી. તેમણે 2023 માં કર્ણાટકમાં ભાજપને ફરીથી સત્તામાં લાવવા સખત મહેનત કરવાની વાત પણ કરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…