Not Set/ પાકિસ્તાન પર બબીતાએ લીધી ચૂટકી, પંક્ચર બનાવવાળાએ MRF થી પોતાના વ્યવસાયિક સંબંધો તોડ્યા

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ખલબલી મચી છે. ઇમરાન ખાને સંસદમાં નિરાશા વ્યક્ત કરી છે અને અવારનવાર બેઠકો યોજી રહ્યા છે. સોમવારે જ પાકિસ્તાને ભારત સાથેનાં ડિપ્લોમેટિક સંબંધોને ઘટાડવાનો અને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર એકસાથે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનનાં નિર્ણયથી ભારતથી વધુ તેને જ ગેરલાભ છે પરંતુ તેમના […]

India
babita phogat પાકિસ્તાન પર બબીતાએ લીધી ચૂટકી, પંક્ચર બનાવવાળાએ MRF થી પોતાના વ્યવસાયિક સંબંધો તોડ્યા

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ખલબલી મચી છે. ઇમરાન ખાને સંસદમાં નિરાશા વ્યક્ત કરી છે અને અવારનવાર બેઠકો યોજી રહ્યા છે. સોમવારે જ પાકિસ્તાને ભારત સાથેનાં ડિપ્લોમેટિક સંબંધોને ઘટાડવાનો અને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર એકસાથે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનનાં નિર્ણયથી ભારતથી વધુ તેને જ ગેરલાભ છે પરંતુ તેમના દેશમાં ટીકાઓનો સામનો કરી રહેલા ઇમરાનને પણ આવા નિર્ણયો લેવાની ફરજ પડી છે.

ઇમરાન ખાનનાં આ નિર્ણય પર લોકો સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા તેની ચૂટકી પણ લઇ રહ્યા છે. પાકિસ્તાનનાં આ નિર્ણય પર જાણીતી આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજે ચૂટકી લેતા એક ટ્વીટ કરી છે. બબીતા ફોગાટે ટ્વીટ કરતા લખ્યુ છે કે, “વધુ એક મોટા સમાચાર – પંચરવાળાએ MRF સાથે વ્યવસાયિક સંબંધો સમાપ્ત કર્યા”. બબીતાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં તેની આ ટ્વીટ પર હજારોની સંખ્યામાં લોકોએ રીટ્વીટ કર્યા છે અને ઘણા લોકો તેને લાઇક પણ કરી ચૂક્યા છે.

ફોગાટનાં ટ્વીટ પર ઘણા લોકોએ ટિપ્પણી કરી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, “તો પછી કાતર, પંચરને જોડતુ ગુંદર, જૂની ટ્યુબનો ધંધો પણ ડાઉન થશે, હવે પંચરનો મલ્ટીસ્ટોરી મોલ બંધ થઈ જશે, સાઉદી લોકો હવે તો ઉંટ મોકલો, કારણ કે પંચરનો ધંધો જન્નતનાં માર્ગ પર છે. ‘ બીજા ટ્વિટર યુઝરે લખ્યું, ‘છોરી ધાકડ હૈ ધાકદ હૈ છોરી ધાકડ હૈ’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.