Not Set/ “બંગાળી વાઘણનું બેક આઉટ”, ડૉ. સામે ઝુક્યા મમતા, માની માગ

પ.બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલા અને હિંસાના વિરોધમાં હડતાળ પર ઉતરેલાં કોલકતાનાં ડોક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ ખતમ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. ડોક્ટરો સાથેની વાતચીત બાદ મમતા દીદીએ કોલકાતા પોલીસ કમિશનરને દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ ઓફિસરની નિયુક્તિ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ડોક્ટરોની માંગ પર દરેક સરકારી હોસ્પિટલોમાં એક ફરિયાદ […]

Top Stories India
Mamta TMC PTI e1560777069491 "બંગાળી વાઘણનું બેક આઉટ", ડૉ. સામે ઝુક્યા મમતા, માની માગ

પ.બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલા અને હિંસાના વિરોધમાં હડતાળ પર ઉતરેલાં કોલકતાનાં ડોક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ ખતમ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. ડોક્ટરો સાથેની વાતચીત બાદ મમતા દીદીએ કોલકાતા પોલીસ કમિશનરને દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ ઓફિસરની નિયુક્તિ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ડોક્ટરોની માંગ પર દરેક સરકારી હોસ્પિટલોમાં એક ફરિયાદ નિવારણ કેન્દ્ર બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયો મમતા બેનરજી અને બંગાળ મેડીક્લ એસોની બેઠક બાદ જાહેર કરવામા આવ્યો હતો. બેઠકમાં પશ્ચિમ બંગાળની દરેક મેડિકલ કોલેજનાં બે પ્રતિનિધિ સામેલ હતા.aiims doctors kolkata protest "બંગાળી વાઘણનું બેક આઉટ", ડૉ. સામે ઝુક્યા મમતા, માની માગ

કોલકાતામાં સચિવાલય ખાતે મમતા બેનર્જી અને બંગાળ ડોક્ટરો વચ્ચે તમામ ચડાઉ  ઉત્તાર બાદ થયેલી બેઠકમાં મોટાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. મનાઈ રહ્યું છે કે, ડોક્ટરોની તમામ માગ પર રાજ્ય સરકાર રાજી થઈ ગઈ છે. આ પહેલાં રવિવારે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારની સામે છેલ્લા 6 દિવસથી હડતાળ પર ઉતરેલાં ડોક્ટરોએ વાર્તા પર સહમતિ દર્શાવી હતી.

doc "બંગાળી વાઘણનું બેક આઉટ", ડૉ. સામે ઝુક્યા મમતા, માની માગ

તો મમતા બેનર્જીએ ડોક્ટરો સાથેની બેઠક માટે મીડિયાને પણ લાઈવ કવરેજની અનુમતિ આપી હતી. કેમ કે, ડોક્ટરોએ માગ કરી હતી કે, મમતા બેનર્જી સાથે વાતચીત બંધ રૂમમાં નહીં, પણ મીડિયાના કેમેરાઓ સાથે થાય. મમતા સરકારે પોતાની માગો માની લેતાં ડોક્ટરોએ પોતાની હડતાળનો અંત લાવ્યો હતો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.