IND vs SA/ પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ભારત અને દ.આફ્રિકા માટે આવ્યા ખરાબ સમાચાર

દુનિયાભરમાં ઓમિક્રોનનો કહેર વધ્યો છે. ત્યારે આ વચ્ચે દુનિયાનાં અલગ-અલગ દેશમાં ક્રિકેટની ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી સીરીઝ શરૂ થવા જઈ રહી છે.

Sports
IND vs SA

દુનિયાભરમાં ઓમિક્રોનનો કહેર વધ્યો છે. ત્યારે આ વચ્ચે દુનિયાનાં અલગ-અલગ દેશમાં ક્રિકેટની ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી સીરીઝ શરૂ થવા જઈ રહી છે. અને આ માટે બન્ને ટીમોએ કમર કસી લીધી છે.

11 2021 12 21T091641.522 પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ભારત અને દ.આફ્રિકા માટે આવ્યા ખરાબ સમાચાર

આ પણ વાંચો – ગોલ્ડન બોય ફરી વર્ચસ્વ / નીરજ ચોપરા 2021 માં ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનાર ખેલાડી બન્યો

આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાનાં ભેજમાં સ્વિંગ થતા ઝડપી બોલનો સામનો કરવો ભારત માટે એક પડકાર હશે, ત્યારે આફ્રિકન ટીમ વિશ્વની નંબર 1 ટીમને હરાવીને WTCમાં પોઈન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા જ બન્ને ટીમો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એ છે કે દક્ષિણ આફ્રિકાનાં હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પ્રથમ ટેસ્ટમાં વરસાદ પરેશાન કરી શકે છે. અને શક્ય છે કે આ વચ્ચે મેચ ધોવાઇ જાય. રિપોર્ટ્સ કહી રહ્યા છે કે, ટેસ્ટનાં 5 દિવસમાંથી 4 દિવસ વરસાદ તેની રમત બતાવી શકે છે. સેન્ચુરિયનમાં 26 થી 29 સુધી વરસાદ પડી શકે છે. હવે આવી સ્થિતિમાં આ ટેસ્ટ મેચનું પરિણામ કેવી રીતે આવશે, તે સૌની સામે એક પ્રશ્ન બની ગયો છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ મેચમાં બેટિંગ ખૂબ જ પડકારજનક રહેવાની છે. કારણ કે દક્ષિણ આફ્રિકાનાં હવામાનમાં પહેલેથી જ ભેજ છે અને હવે વરસાદનાં કારણે કવર પિચ પર રહેશે. જેના કારણે પિચમાં પણ ભેજ રહેશે. એટલે કે, તે ઝડપી બોલરો માટે આનંદદાયક છે.

11 2021 12 21T091737.858 પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ભારત અને દ.આફ્રિકા માટે આવ્યા ખરાબ સમાચાર

આ પણ વાંચો – Ashes series / ઓવલ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા WTC પોઈન્ટ ટેબલ પર પહોંચ્યુ આ સ્થાને, ભારતને ઝટકો

અગાઉ, આફ્રિકા બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ સીરીઝ ખાલી સ્ટેડિયમમાં યોજાશે. એટલે કે કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કારણે દર્શકોની એન્ટ્રી બંધ રહેશે. હવે જોવાનું છે કે આ ખરાબ હવામાન વચ્ચે ભારત દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સીરઝ જીતવાનું સપનું કેવી રીતે પૂરું કરે છે.