IND VS WI/ રાજ્યનાં ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને No-Entry

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) એ મંગળવારે પુષ્ટિ કરી છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી બંધ દરવાજા પાછળ રમાશે.

Top Stories Sports
11 13 રાજ્યનાં ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને No-Entry
  • રાજ્યના ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર
  • ભારત-વેસ્ટ ઇન્ડીઝમાં દર્શકોને નો-એન્ટ્રી
  • અમદાવાદમાં રમાનારી છે 3 વન-ડે મેચ
  • અમદાવાદમાં ટીમ ઇન્ડિયા રમશે ઐતિહાસિક મેચ
  • ભારતની 1000મી વન-ડે દર્શકો વિના રમાશે
  • કોલકતામાં ટી-20 સિરીઝમાં દર્શકોને અપાશે એન્ટ્રી
  • સ્ટેડિયમ ક્ષમતાના 75 ટકા દર્શકોને મંજૂરી
  • મમતા સરકારે જાહેર કરી છે ગાઇડલાઇન

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) એ મંગળવારે પુષ્ટિ કરી છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી બંધ દરવાજા પાછળ રમાશે. ટીમ ઈન્ડિયા 16 ફેબ્રુઆરીથી કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ ખાતે 6 ફેબ્રુઆરીથી અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ વનડે અને પછી T20 શ્રેણી રમશે.

આ પણ વાંચો – IND VS WI / ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20I સીરીઝની શરૂઆત પહેલા બંગાળ સરકારે ચાહકોને આપ્યા સારા સમાચાર

ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં ઓફિશિયલ હેન્ડલે ટ્વીટ કર્યું, “પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ મેચો બંધ દરવાજા પાછળ રમાશે.” “અમે 2022 ની વેસ્ટ ઈન્ડિઝ ટૂર ઑફ ઈન્ડિયા ODI શ્રેણીની યજમાની કરવા માટે તૈયાર છીએ. 6 ફેબ્રુઆરીનાં રોજ પ્રથમ ODI ખૂબ જ ખાસ અને ઐતિહાસિક મેચ હશે કારણ કે ભારત તેની 1000 મી ODI રમશે. ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બનશે. અગાઉ, પશ્ચિમ બંગાળ સરકારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી ત્રણ મેચની T20I શ્રેણી માટે 75 ટકા દર્શકોની હાજરીને મંજૂરી આપી હતી. ત્રણેય T20 મેચ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રમાશે. CAB નાં પ્રમુખ અવિશેક દાલમિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, “અમે માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી, મુખ્ય સચિવ અને પશ્ચિમ બંગાળ સરકારનાં આભારી છીએ કે તેઓ રમતગમતની પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવા તેમજ 75 ટકા દર્શકોની ક્ષમતાને સ્ટેડિયમમાં પાછા ફરવાની મંજૂરી આપવા બદલ.”

આ પણ વાંચો – Movie Masala / ગોલ્ડન ગાઉન, લાંબા વાળ અને કાંતીલાના અંદાજમાં જોવા મળ્યા નવાઝુદ્દીન સિદ્દીકી, આ ફિલ્મ માટે કરી રહ્યા આઈટમ સોંગ  

તેમણે વધુમાં કહ્યું, “અમને લાગે છે કે તે રાજ્યનાં ખેલાડીઓને નવું જીવન આપશે. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ T20I પછી, આ વખતે પણ CABને વિશ્વાસ છે કે તે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ T20 ઈન્ટરનેશનલ સફળતાપૂર્વક યોજવામાં સક્ષમ હશે.”