Entertainment News : પ્રસિદ્ધ બોલિવૂડ રેપર બાદશાહ (Badshah)અને પંજાબી અભિનેત્રી ઈશા રીખી (Isha Rikhi)ના અંગત જીવનને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વાતો પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. માર્ચ મહિનામાં ગુપ્ત રીતે લગ્નગ્રંથિથી જોડાયેલા આ કપલે લગ્નના ગણતરીના પાંચ મહિના બાદ જ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈ ચાહકોને ચોંકાવી દીધા છે. સોમવારે મોડી રાત્રે બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના છૂટાછેડા (Badshah Divorce)અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું હતું.
Badshah : પરસ્પર આદર સાથે લીધો અલગ થવાનો નિર્ણય
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સંયુક્ત સ્ટેટમેન્ટ પોસ્ટ કરતાં બાદશાહે જણાવ્યું હતું કે તેમણે અને ઈશાએ પરસ્પર સંમતિ અને આદર સાથે પોતપોતાના માર્ગો અલગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુશ્કેલ સમયમાં તેમની ખાનગી જિંદગીનું સન્માન કરવા મીડિયા અને ચાહકોને વિનંતી કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દે તેમનું આ આખરી નિવેદન છે અને આગળ કોઈ અટકળો ન લગાવવી.
4 વર્ષના ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા, જેની તસવીરો ઈશાની માતાએ શેર કરી હતી. બાદશાહના આ બીજા લગ્ન હતા; આ અગાઉ તેમણે 2020માં જાસ્મિન મસીહ સાથે છૂટાછેડા લીધા હતા, જેનાથી તેમને એક પુત્રી પણ છે. બીજી તરફ, જુલાઈ મહિનાથી જ બંને વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા ઈશાની ક્રિપ્ટિક પોસ્ટ બાદ શરૂ થઈ ગઈ હતી. હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઈશા રીખી આગામી બિગ બોસ શોમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચો :40 વર્ષની વયે માતા બનશે ‘ટાઈગર ઝિંદા હૈ’ ફેમ એક્ટ્રેસ કશ્મીરા ઈરાની
આ પણ વાંચો :નેપાળ પૂર અને ગુમ થવાની વાતો વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાથી હેમખેમ ભારત પરત ફરી માનસી પારેખ
આ પણ વાંચો :16 મી સદીના રહસ્યમય મંદિર અને લોકકથા પર આધારિત સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી ફિલ્મ ‘ધ વન’
