Ambalal forecast/ અંબાલાલના બોલઃ જુલાઈમાં મેહુલો કરશે રેલમરોલ

હાલ રાજ્યમાં જૂન મહિનામાં જ ભારે વરસાદ વરસી ગયો છે. જેમાં હવે આગામી જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.

Top Stories Gujarat
Ambalal Patel અંબાલાલના બોલઃ જુલાઈમાં મેહુલો કરશે રેલમરોલ

હાલ રાજ્યમાં જૂન મહિનામાં જ ભારે Ambalal Rainforecast વરસાદ વરસી ગયો છે. જેમાં હવે આગામી જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થશે. આમ જુલાઈમાં મેહુલો રેલમરોલ કરશે.

જુલાઈ મહિનામાં હવે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ બગડશે

રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ Ambalal Rainforecast જામ્યો છે. ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે. આ વચ્ચે અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે.

જ્યારે આગામી દિવસોમાં વરસાદની આગાહી અંગે કહ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. તેમજ ભારે વરસાદને Ambalal Rainforecast લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે.

આજે પણ સવારથી ભારે વરસાદ

ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી Ambalal Rainforecast બપોરના 12 વાગ્યા સુધી ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો 6 કલાકમાં ગુજરાતના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધરમપુર અને ભેસાણમાં સવા 6 ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે વિસાવદરમાં 5.5 ઈંચ, ધારીમાં સવા 5 ઈંચ, ખેરગામમાં 4.5 ઈંચ, પારડીમાં 4 ઈંચ, વાપી અને જલાલપોરમાં 3.5 ઈંચ, મહુવામાં 3.5 ઈંચ અને વલસાડમાં સવા 3 ઈંચ, ચીખલી અને તાલાલામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rain/ રાજ્યમાં ભારે વરસાદના પગલે કયા-કયા રસ્તા બંધ અને એસટીની ટ્રિપો રદ થઈ તે જાણો

આ પણ વાંચોઃ Ecourt/ એક જ દાયકામાં ઇ-કોર્ટના વ્યવહાર એકથી 3.26 અબજ સુધી પહોંચ્યાઃ ચંદ્રચુડ

આ પણ વાંચોઃ High Court-Teesta Setalvad/ તિસ્તાને ગુજરાત હાઇકોર્ટ તરફથી લાગ્યો મોટો ઝાટકોઃ સરન્ડર કરવા આદેશ

આ પણ વાંચોઃ Kenya Accident/ કેન્યામાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ફરી વળતા 50ના મોત

આ પણ વાંચોઃ Animal Husbandry/ પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કયા મહત્વના નિર્ણય તે જાણો