Not Set/ ભારત વિરોધી ફેક ન્યૂઝ ફેલાવતી 20 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ..

ગૂગલની માલિકીના વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે એક મોટી કાર્યવાહીમાં ભારત વિરોધી પ્રચાર ફેલાવવા બદલ 20 યુટ્યુબ ચેનલો અને બે વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે

Top Stories India
7 9 ભારત વિરોધી ફેક ન્યૂઝ ફેલાવતી 20 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ..

ગૂગલની માલિકીના વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે એક મોટી કાર્યવાહીમાં ભારત વિરોધી પ્રચાર ફેલાવવા બદલ 20 યુટ્યુબ ચેનલો અને બે વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશ બાદ યુટ્યુબએ આ કાર્યવાહી કરી છે.

We’ve taken action against websites spreading anti-India propaganda&fake news. Youtube channels & websites belong to a coordinated disinformation network operating from Pak & spreading fake news about various sensitive subjects related to India: Union I&B Minister Anurag Thakur pic.twitter.com/y1Yzii8pVe

— ANI (@ANI) December 21, 2021

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે ભારત વિરોધી પ્રચાર અને ફેક ન્યૂઝ ફેલાવતી વેબસાઈટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પાકિસ્તાનથી ચલાવવામાં આવતા પ્રચાર નેટવર્કની છે અને તે ભારત સાથે સંબંધિત વિવિધ સંવેદનશીલ વિષયો વિશે નકલી સમાચાર ફેલાવે છે.

ઉલ્લેખનીય છે કે આઈટી એક્ટ 2021 હેઠળ આ પહેલી મોટી કાર્યવાહી છે. 20 યુટ્યુબ ચેનલો ઉપરાંત બે વેબસાઈટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ તમામ 20 યુટ્યુબ ચેનલો પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી હતી અને બે વેબસાઈટ પણ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહી હતી.

માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ટેલિકોમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચેનલો અને વેબસાઈટો દ્વારા પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ દ્વારા ભારત વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ચેનલોમાં ‘નયા પાકિસ્તાન’ નામની એક ચેનલ પણ હતી જેના લગભગ 20 લાખ સબ્સ્ક્રાઇબર્સ હતા. આ ચેનલો કૃષિ કાયદા વિરુદ્ધ અને અયોધ્યાથી કાશ્મીર સુધી ફેક ન્યૂઝ ચલાવતી હતી.

નવા આઈટી એક્ટ મુજબ ઈમરજન્સીમાં પહેલીવાર ખાસ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ચેનલો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચેનલોમાંથી 15 ચેનલો ‘નયા પાકિસ્તાન’ જૂથની માલિકીની છે. આ ચેનલો પર પ્રકાશિત થયેલા કેટલાક વીડિયોમાં કલમ 370, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તાલિબાન લડવૈયાઓ કાશ્મીર તરફ આગળ વધી રહ્યા છે. આ વીડિયોના વ્યૂઝ 30 લાખથી વધુ છે.