Not Set/ ગુજરાત પછી હવે હરિયાણામાં પણ ફિલ્મ ‘પદ્માવત’ નહિ થાય રીલીઝ

સંજયલીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતી રોજ નવા નવા વિરોધમાં સપડાતી જાય છે, ક્યારેક લોકો પોસ્ટરો સળગાવીને વિરોધ કરે છે તો ક્યારેક રોડ બ્લોક કરીને તેનો વિરોધ કરે છે. ગુજરાત, રાજસ્થાન પછી હવે આ ફિલ્મે હરિયાણામાં પણ રીલીઝ નહિ થાય તેવા સમાચાર મળી રહ્યાં છે. કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે, રાજપૂત સમાજે પણ આ ફિલ્મને નહિ […]

Entertainment
627453 padmavati ban ગુજરાત પછી હવે હરિયાણામાં પણ ફિલ્મ ‘પદ્માવત’ નહિ થાય રીલીઝ

સંજયલીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતી રોજ નવા નવા વિરોધમાં સપડાતી જાય છે, ક્યારેક લોકો પોસ્ટરો સળગાવીને વિરોધ કરે છે તો ક્યારેક રોડ બ્લોક કરીને તેનો વિરોધ કરે છે. ગુજરાત, રાજસ્થાન પછી હવે આ ફિલ્મે હરિયાણામાં પણ રીલીઝ નહિ થાય તેવા સમાચાર મળી રહ્યાં છે.

કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે, રાજપૂત સમાજે પણ આ ફિલ્મને નહિ ચાલવા દેવાની વાત કહી છે, ત્યારે હવે ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં પદ્માવત  ફિલ્મ નહિ ચાલવા દઈએ. અગાઉ નવેમ્બરમાં પણ મુખ્યમંત્રીએ આ ફિલ્મને ગુજરાતમાં નહી ચલાવવાનો નિર્ણય લીધો હતો.

હરિયાણાના મંત્રી અનીલ વિજએ કહ્યું છે કે કેબીનેટ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું કે કાનુન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ રાજ્યમાં ફિલ્મને રીલીઝ નહિ કરવામાં આવે. કેબિનેટમાં બધાની સહમતી બની આ સાથે અમે હરિયાણામાં ભણસાલીની ફિલ્મને બૈન કરવાનો નિર્યણ લીધો છે.

આં સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે જાહેરાત કરી હતી કે, પદ્માવતી ફિલ્મ રાજસ્થાનમાં બતાવવામાં આવશે નહીં. ફિલ્મ અંગે વસુંધરા રાજે જણાવ્યું હતું કે, રાજ્યના લોકોની લાગણીઓને માન આપતાં આ નિર્ણય લેવાયો હતો.

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત વર્લ્ડવાઈડ ત્રણ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે. જેમાં હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થવાની છે. જોકે કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. આ પહેલી એવી હિન્દી ફિલ્મ હશે કે IMAX-૩D માં રીલીઝ થશે.