Not Set/ બનાસ બેંકની ચુંટણી જાહેર થતાં જ શિયાળાના આરંભે ગરમાવો, ૧૨ નવેમ્બરે મતદાન

બનાસબેંકમાં આ વખતે રાજકીય રંગ લાગશે જેમ અગાઉ ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપ વચ્ચે રસાકસી રહી હતી. તેમ બનાસબેંકની ચૂંટણીમાં પણ રાજકીય રસાકસી રહેશે

Top Stories
  • ૧૯ ડીરેક્ટરોની ચૂંટણીનું આગામી ૧૨ નવેમ્બરે મતદાન
  • જિલ્લાના સહકારી અને રાજકીય આલમમાં ચહલ પહેલ

‘આપણી બેન્ક- બનાસ બેન્ક’ ના હુલામણા નામે ઓળખાતી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સંચાલક મંડળના ૧૯ ડિરેક્ટરો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં વડગામ તાલુકા સહિત જિલ્લા ભરનું સહકારી અને રાજકીય રાજકારણ ગરમાયું છે. તેમાં પણ જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતા વડગામ તાલુકામાં ચહલપહલ વધી પડી છે.આ અંગે તાલુકાના એક પીઢ સહકારી અગ્રણીએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ વખતે પરિવર્તનના પવન સાથે વડગામની એક બેઠક માટે નવિન ચેહરાને બનાસ બેંકના ડિરેક્ટર તરીકે સ્થાન મળવું જોઈએ તેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વર્ષોથી સહકારી રાજકારણમાં અડિંગો જમાવી બેઠેલા સહકારી નેતાઓને બદલે નવિન ચેહરાને બનાસ બેંકના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવે તેવું તાલુકાની જનતા પણ ઈચ્છી રહી છે.અત્યારે બનાસ બેંકની ચુંટણીને લઈ વડગામ તાલુકા સહિત જિલ્લા ભરનું સહકારી અને રાજકીય રાજકારણ શિયાળાના આરંભે ગરમાયું છે.

ચૂંટણીનો કાર્યક્રમ….

બનાસ બેંકના ૧૬ ડિરેકટર,બે મહિલા ડિરેકટર અને એક જિલ્લાની બિન ખેતી વિષયક, ઔદ્યોગિક, ગોપાલક અને અન્ય મંડળીઓ તેમજ સંયોજિત થયેલ માર્કેટિંગ અને પ્રોસેસિંગ મંડળીઓ અને વ્યક્તિ સભાસદના ડિરેકટર માટેની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૩/૧૦/૨૧ છે. ત્યારબાદ તા.૨૫/૧૦/૨૧ ના રોજ ભરાયેલ ફોર્મની ચકાસણી અને તા.૨/૧૧/૨૧ ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત છે. ત્યારબાદ જરૂર પડ્યે તા.૧૨/૧૧/૨૧ ના રોજ મતદાન થશે.

બનાસબેંકનો વહીવટ શંકર ચૌધરી એ સાંભળ્યા બાદ ગત ટર્મ માં બેંકને એમ એલ ચૌધરી ને સોંપવામાં આવી હતી.એમ એલ ચૌધરી એ શંકર ચૌધરીના સમર્થક છે. જોકે ગત ટર્મમાં ચૂંટાયેલ કેટલાક ડિરેક્ટરો આ વખતે શંકર ચૌધરીના વિરોધમાં હોવાથી અનેક ડીરેકટરો નવા આવે તેવા સંકેત છે. જોકે વાઇસ ચેરમેન જીગર દેસાઈ પણ શંકર ચૌધરીના વિરોધી ગ્રુપમાં હોવાથી તેમને જીતવું પણ આ વખતે લોઢાના ચણા ચાવવા બરાબર છે.

ભાજપના જ ગ્રુપ આમને સમાને હશે..

બનાસબેંકમાં આ વખતે રાજકીય રંગ લાગશે જેમ અગાઉ ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપ વચ્ચે રસાકસી રહી હતી. તેમ બનાસબેંકની ચૂંટણીમાં પણ રાજકીય રસાકસી રહેશે અને ભાજપના નેતાઓ જે શંકર ચૌધરીના એન ટી ગ્રુપ છે તેઓ સક્રિય થશે. પરંતુ આખરે તો સત્તા શંકર ચૌધરી પાસેજ રહેશે.

ક્રૂઝ ડ્રગ્સ કેસ / આર્યન ખાનના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી

National / પ્રિયંકા ગાંધીની અટકાયત, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં સફાઈ કામદારના મોત બાદ રાજકીય હંગામો