Not Set/ પશુપાલકોની હાલત બની કફોડી, છેલ્લા છ માસથી ગામની ડેરી બંધ, દૂધ રસ્તા પર ઢોળી કર્યો વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ નહીંવત થયો છે અને પશુપાલકોની હાલત કફોડી છે.ત્યારે ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં છેલ્લા છ માસથી ગામની ડેરી બંધ રહેતા પશુપાલકોને દૂધ વેચવા ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે અને ખાનગી ડેરીના સહારે મફતના ભાવે દૂધ વેચવું પડે છે. ગ્રામજનોએ દુધમંડળી ફરી શરૂ થાય તે માટે વિરોધ કરી દૂધ રસ્તા […]

Gujarat Others Trending
mantavya 213 પશુપાલકોની હાલત બની કફોડી, છેલ્લા છ માસથી ગામની ડેરી બંધ, દૂધ રસ્તા પર ઢોળી કર્યો વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ નહીંવત થયો છે અને પશુપાલકોની હાલત કફોડી છે.ત્યારે ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં છેલ્લા છ માસથી ગામની ડેરી બંધ રહેતા પશુપાલકોને દૂધ વેચવા ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે અને ખાનગી ડેરીના સહારે મફતના ભાવે દૂધ વેચવું પડે છે.

mantavya 214 પશુપાલકોની હાલત બની કફોડી, છેલ્લા છ માસથી ગામની ડેરી બંધ, દૂધ રસ્તા પર ઢોળી કર્યો વિરોધ પ્રદર્શન

ગ્રામજનોએ દુધમંડળી ફરી શરૂ થાય તે માટે વિરોધ કરી દૂધ રસ્તા પર ઢોળી તેમજ રસ્તા બ્લોક કરી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

mantavya 215 પશુપાલકોની હાલત બની કફોડી, છેલ્લા છ માસથી ગામની ડેરી બંધ, દૂધ રસ્તા પર ઢોળી કર્યો વિરોધ પ્રદર્શન

ગામમાં સાત હજારથી વધુ પશુઓ છે. ગામની સહકારી દુધમંડલીમાં દૈનિક પાંચ હજાર લીટરથી વધુ દૂધ આવતું હતું પરંતુ દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી વચ્ચે અહમ ના કારણે છેલ્લા છ માસથી બનાસડેરી દ્વારા માણેકપુરાની દૂધમંડળી બંધ કરી દેવાઇ છે.

mantavya 216 પશુપાલકોની હાલત બની કફોડી, છેલ્લા છ માસથી ગામની ડેરી બંધ, દૂધ રસ્તા પર ઢોળી કર્યો વિરોધ પ્રદર્શન

જેના કારણે ગામલોકોને દૂધનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. ત્યારે હવે આખરે કંટાળી ગ્રામજનોએ એકત્ર થઇ ઢોલ નગારા સાથે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી ડીસા પાટણ હાઈવે પર વાહનો રોકી તેમજ દુધ રસ્તા પર ઢોળી ડેરીના સત્તાધીશો અને જગાડવાનો પ્રયાસ કર્યો છે.