Not Set/ બનાસકાંઠા : આકાશમાંથી ભેદી યંત્ર પડતા લોકોમાં ભય ફેલાયો, થયો આવો ખુલાસો

અવકાશમાંથી કોઇ ભેદી વસ્તુ કે યંત્ર જેવુ કશું પડે એટલે લોકોનાં દિલો દિમાગમાં તરત જ એક જ વિચાર ઉભરી આવે છે “એલીયન”. જી હા એલીયન વિશે જાત જાતની અને ભાત ભાતની વાતો પ્રસિધ્ધ છે. UFO અને આંતરીક્ષ યાન, તેમજ પરગ્રહનાં માનવી પૃથ્વી પર આહીં દેખાયા, ત્યાં દેખાતા જેવા કિસ્સા સાંભળવા મળતા હોય છે. ત્યારે ગુજરાતનાં […]

Top Stories Gujarat Others
yantra.PNG1 બનાસકાંઠા : આકાશમાંથી ભેદી યંત્ર પડતા લોકોમાં ભય ફેલાયો, થયો આવો ખુલાસો

અવકાશમાંથી કોઇ ભેદી વસ્તુ કે યંત્ર જેવુ કશું પડે એટલે લોકોનાં દિલો દિમાગમાં તરત જ એક જ વિચાર ઉભરી આવે છે “એલીયન”. જી હા એલીયન વિશે જાત જાતની અને ભાત ભાતની વાતો પ્રસિધ્ધ છે. UFO અને આંતરીક્ષ યાન, તેમજ પરગ્રહનાં માનવી પૃથ્વી પર આહીં દેખાયા, ત્યાં દેખાતા જેવા કિસ્સા સાંભળવા મળતા હોય છે. ત્યારે ગુજરાતનાં ઉત્તર ભાગમાં પણ આવી જ વાતો લોકો કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

yantra બનાસકાંઠા : આકાશમાંથી ભેદી યંત્ર પડતા લોકોમાં ભય ફેલાયો, થયો આવો ખુલાસો

વાત જાણે એમ છે કે, બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે આકાશમાંથી ભેદી યંત્ર પડતા લોકોમાં ભય ફેલાયો છે. થરાદ તાલુકાના ચાંગડા ગામે મફાજી સોનાજી પ્રજાપતિનાં ખેતરમાં મોટા પેરેશૂટ આકારનાં બલૂન સાથે એક બોક્સ જેવું યંત્ર નીચે પડ્યું હતું. કંઇક અવકાશમાંથી પડ્યું છેની બુમ બરાડ જોત જોતામાં સમગ્ર પંથકમાં ફેલાઇ ગઇ હતી અને આ ઘટના બનતા જ કતુંહુલવસ મહિલાઓ પુરુષો સહિત બધા શું છે તે જોવા એકઠાં થઇ ગયા હતા. અને એક પ્રકારનો ભયનો માહેલ સર્જાઇ ગયો હતો. અવકાશમાંથી પડેલ યંત્ર વિશે તપાસ કરવામાં આવી હતી.

yantra.PNG2 બનાસકાંઠા : આકાશમાંથી ભેદી યંત્ર પડતા લોકોમાં ભય ફેલાયો, થયો આવો ખુલાસો

તાપસ કરતા આ યંત્ર હવામાન વિભાગ દ્વારા છોડાયું હોવાની જાણકારી સામે આવી હતી. યંત્ર અમદાવાદની કચેરીમાંથી છોડવામાં આવ્યું હતું. હવામાન વિભાગે નજીકના પોલીસ મથક અથવા ડીસાની હવામાન કચેરીમાં જમા કરાવવા અનુરોધ કર્યો હતો. હવામાન વિભાગની પુષ્ટિ બાદ લોકોમાં ભયનો માહોલ દૂર થયો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન