ઉત્તર ગુજરાત/ બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

ભારે પવન સાથે વરસાદથી નડાબેટમાં નુક્સાન થયું હતું, નડાબેટ ટુરિઝમમાં સોલર પ્લેટ ધરાશાયી થઈ હતી, ભારે પવનથી નડાબેટ ખાતે તારાજી સર્જાઇ હતી. બનાસકાંઠામાં હજુ પણ ભારે પવન યથાવત્ છે.

Top Stories Gujarat Others
Untitled 95 બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

બિપોરજોય વાવાઝોડાની અસર હવે ઉત્તર ગુજરાતમાં વર્તાઇ રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવાની સાથે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ધાનેરામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો તો જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. અંદાજીત 100 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. રોડ પર વૃક્ષો પડતા માર્ગ વન-વે કરાયો હતો. રોડ વન-વે કરતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

Untitled 97 બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

ભારે પવન સાથે વરસાદથી નડાબેટમાં નુક્સાન થયું હતું, નડાબેટ ટુરિઝમમાં સોલર પ્લેટ ધરાશાયી થઈ હતી, ભારે પવનથી નડાબેટ ખાતે તારાજી સર્જાઇ હતી. બનાસકાંઠામાં હજુ પણ ભારે પવન યથાવત્ છે.

બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં ભારે વરસાદ છે. મોડીરાતે અતિભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે.ભારે પવન અને વરસાદમાં અનેક વૃક્ષો સહીત વીજ પોલો ધરાશાયી થયા છે.

Untitled 98 બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

ભારે તોફાની વાવાઝોડામાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. થરાદ પોલીસે રાત્રે તોફાની વાવાઝોડામાં પણ ભારે મહેનતથી વૃક્ષો હટાવી થરાદ ડીસા રોડ ખુલ્લો કર્યો હતો.

બનાસકાંઠામાં ભારે વરસાદથી અમદાવાદ-પાલનપુર હાઈવે પર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે. એવામાં હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પાલનપુર-અંબાજી હાઈવે પર પણ આવી જ સ્થિતિ છે. અંબાજી હાઈવે ભારે વરસાદ બાદ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે લોકોને પણ અટવાઈ ગયા છે. અંબાજી દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી આવી રહી છે. એવામાં અંબાજી-દાંતા હાઈવે પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

Untitled 96 બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

માડકા ગામે 4 ભેંસોના મોત નિપજ્યું છે. ભારે તોફાની પવનના કારણે મોતની આશંકા વ્યક્ત કરાઇ છે. ચાર ભેંસોના મોત થતાં પશુપાલકને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.

Untitled 99 બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો