India-Bangladesh Test series/ પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટઃ ભારતે ફોલો-ઓન ન આપ્યું

ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 150 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય બોલરો ખાસ કરીને કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરતાં બાંગ્લાદેશી બેટ્સમેનોને સેટ થવાની તક આપી ન હતી

Top Stories India Sports
India bangladesh પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટઃ ભારતે ફોલો-ઓન ન આપ્યું
  • કુલદીપે 5 વિકેટ અને સિરાજે 3 વિકેટ ઝડપી
  • ભારતે બાંગ્લાદેશ પર 254 રન લીડ મેળવી

ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 150 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય બોલરો ખાસ કરીને કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરતાં બાંગ્લાદેશી બેટ્સમેનોને સેટ થવાની તક આપી ન હતી. કુલદીપે પાંચ અને સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. જો કે બાંગ્લાદેશ સામે 254 રનની લીડ મેળવવા છતાં પણ ભારતે તેને ફોલો-ઓન ન આપીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા ભારતનો પ્રથમ દાવ 404 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમ તરફથી ચેતેશ્વર પૂજારાએ 90 અને શ્રેયસ અય્યરે 86 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ રવિચંદ્રન અશ્વિને 58 અને રિષભ પંતે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.