Not Set/ બાંગ્લાદેશ : પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયાના પુત્રને આજીવન કેદની સજા, ૧૯ લોકોને ફાંસી

બુધવારે બાંગ્લાદેશની અદાલતે ૨૦૦૪માં થયેલા હુમલા મામલે ૧૯ લોકોને ફાંસીની સજા સંભળાવી છે. આ ૧૯ લોકોમાં પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝીયાનો પુત્ર તારીક રહમાનને પણ આજીવન ઉમર કેદની સજા ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ગ્રેનેડ હુમલામાં ૨૪ લોકોના મૃત્યુ થયા હતા અને ૫૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોમાં વિપક્ષ […]

Top Stories World Trending
bangladesh બાંગ્લાદેશ : પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયાના પુત્રને આજીવન કેદની સજા, ૧૯ લોકોને ફાંસી

બુધવારે બાંગ્લાદેશની અદાલતે ૨૦૦૪માં થયેલા હુમલા મામલે ૧૯ લોકોને ફાંસીની સજા સંભળાવી છે. આ ૧૯ લોકોમાં પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝીયાનો પુત્ર તારીક રહમાનને પણ આજીવન ઉમર કેદની સજા ફટકારવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ ગ્રેનેડ હુમલામાં ૨૪ લોકોના મૃત્યુ થયા હતા અને ૫૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોમાં વિપક્ષ પાર્ટીની પ્રમુખ શેખ હસીનાનો પણ સમાવેશ થયો હતો.

બાંગ્લાદેશના હાલના વડાપ્રધાનને નિશાનો બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ૨૧ ઓગસ્ટ, ૨૦૦૪નો રોજ એક રેલી પર કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં શેખ હસીના બચી ગયા હતા પરંતુ તેમની સાંભળવાની શક્તિને નુકશાન થયું છે.

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોજ પણ તે ૧૯ લોકોમાં શામેલ છે જેમણે ફાંસીની સજા મળી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદી સંગઠન હરકતુલ જીહાદ અલ ઇસ્લામીના આતંકીઓ દ્વારા આ જુમલો  કરવાની યોજના બનાવવામાં આવી હતી.