Not Set/ સ્પોર્ટ્સ/ ટી-20માં ભારતને પહેલીવાર હરાવવામાં સફળ રહ્યુ બાંગ્લાદેશ, શ્રેણીમાં બનાવી 1-0ની લીડ

પ્રથમ ટી-20 મેચમાં ભારતને દિલ્હીમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 148 રન બનાવ્યા, જે લક્ષ્યને બાંગ્લાદેશની ટીમે ત્રણ બોલ બાકી રહેતા પહેલા હાંસલ કર્યુ હતુ. હવે રમાયેલી નવ મેચોમાં આ પહેલીવાર […]

Top Stories Sports
INDvsBAN સ્પોર્ટ્સ/ ટી-20માં ભારતને પહેલીવાર હરાવવામાં સફળ રહ્યુ બાંગ્લાદેશ, શ્રેણીમાં બનાવી 1-0ની લીડ

પ્રથમ ટી-20 મેચમાં ભારતને દિલ્હીમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 148 રન બનાવ્યા, જે લક્ષ્યને બાંગ્લાદેશની ટીમે ત્રણ બોલ બાકી રહેતા પહેલા હાંસલ કર્યુ હતુ. હવે રમાયેલી નવ મેચોમાં આ પહેલીવાર બન્યુ કે બાંગ્લાદેશની ટીમે ભારતને હરાવ્યુ હોય, તે પહેલાં ભારતે આઠ મેચ જીતી હતી. હવે બાંગ્લાદેશે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

Image result for india vs bangladesh"

આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હારી ગયો હતો અને બાંગ્લાદેશનાં કેપ્ટન મહમૂદુલ્લાએ ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ શરૂ કરી હતી અને કેપ્ટન રોહિત શર્મા (9) પ્રથમ ઓવરમાં શૈફુલ ઇસ્લામની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પાંચ બોલમાં બે ચોક્કા ફટકાર્યા હતા. રોહિતનાં આઉટ થયા પછી ભારતની રન ગતિ ધીમી પડી ગઇ હતી અને પ્રથમ છ ઓવરમાં ભારતીય ટીમનાં બેટ્સમેન માત્ર 35 રન જ બનાવી શક્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 148 રન બનાવ્યા અને બાંગ્લાદેશ સામે વિજય માટે 149 રનનો લક્ષ્ય મુક્યો હતો. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 41 રન બનાવ્યા, જ્યારે રિષભ પંતે 27 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐય્યરે 22, લોકેશ રાહુલ 15 અને કેપ્ટન રોહિત શર્માએ 9 રનનું યોગદાન આપ્યું હતું. ધવને 42 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. કૃણાલ પંડયાએ અણનમ 15 અને વોશિંગ્ટન સુંદરે અણનમ 14 રન બનાવ્યા હતા.

Image result for india vs bangladesh"

ભારતીય ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 53 રન બનાવ્યા હતા. ટીમે છેલ્લી બે ઓવરમાં 30 રન એકઠા કર્યા હતા. અંતે વોશિંગ્ટન સુંદર અને ક્રુનાલ પંડ્યાએ ઝડપી રન બનાવી ટીમને સંકટથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે છેલ્લી ઓવરોમાં 10 બોલમાં 28 રનની ભાગીદારી કરી હતી. સુંદર 5 બોલમાં 14 અને કૃણાલે 8 બોલમાં 15 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. બાંગ્લાદેશ તરફથી અમિનુલ ઇસ્લામ અને શફીઉલ ઇસ્લામે 2-2 વિકેટ લીધી હતી.

Image result for india vs bangladesh"

મુશફિકુર રહીમની (અણનમ 60) અડધી સદીની મદદથી બાંગ્લાદેશે રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં યજમાન ભારતને 7 વિકેટથી હરાવી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે આ અત્યાર સુધીની નવમી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ હતી, જેમાં બાંગ્લાદેશે પ્રથમ વખત ભારતને પરાજિત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.