Not Set/ બેન્ક બંધ/ સમયસર પતાવી લેજો બેન્કના કામ, 5 દિવસ બંધ રહેશે બેન્ક

હવે ઓક્ટોબર મહિનો પૂરો થવામાં ગણતરીના જ દિવસો બાકી છે, અને ઓક્ટોબરના અંતમાં દિવાળી પણ આવી રહી છે. પરંતુ આ દરમિયાન એવાં કેટલાય દિવસો છે, જ્યારે બેંક બંધ રહેશે. માટે જરૂરી છે કે સમય રહેતા બેન્કને લગતા કામ પતાવી લેવામાં આવે. 10 બેંકોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે બેંક યુનિયને હડતાળની ઘોષણા કરી છે. અખિલ ભારતીય […]

Business
bank બેન્ક બંધ/ સમયસર પતાવી લેજો બેન્કના કામ, 5 દિવસ બંધ રહેશે બેન્ક

હવે ઓક્ટોબર મહિનો પૂરો થવામાં ગણતરીના જ દિવસો બાકી છે, અને ઓક્ટોબરના અંતમાં દિવાળી પણ આવી રહી છે. પરંતુ આ દરમિયાન એવાં કેટલાય દિવસો છે, જ્યારે બેંક બંધ રહેશે. માટે જરૂરી છે કે સમય રહેતા બેન્કને લગતા કામ પતાવી લેવામાં આવે.

10 બેંકોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે બેંક યુનિયને હડતાળની ઘોષણા કરી છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક કર્મચારી પરિસંઘ તરફથી બોલાવામાં આવેલી આ હડતાળને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે. જો આ હડતાળ થશે તો 22 ઓક્ટોબરે બેંક બંધ રહેશે. 22 ઓક્ટોબર પહેલાં 20 ઓક્ટોબર રવિવાર હોવાને કારણે બેંકોમાં રજા હશે.

26 ઓક્ટોબરે શનિવારને કારણે બેંક બંધ રહેશે. 27 ઓક્ટોબર કે દિવાળી અને રવિવારના દિવસ બેંક બંધ રહેશે. દિવાળી બાદ 28 ઓક્ટોબરે બેંક નહીં ખૂલે. આ ઉપરાંત 29 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે પણ બેંક બંધ રહેશે.

ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં 3 દિવસ બેંક બંધ રહેશે. તો 27 ઓક્ટોબરે દિવાળી છે અને રવિવાર છે. ત્યારે પણ બેંક બંધ જ રહેશે. દિવાળી બાદ 28 ઓક્ટોબરે દેશનાં અલગ અલગ ભાગોમાં બેંક નહીં ખૂલે. આ ઉપરાંત 29 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે પણ બેંક બંધ રહેશે.

માટે અત્યારે જ ક્લીયરિંગ, ટ્રાન્સફર, અને અન્ય બેંકને લગતા કામકાજ પતાવી લો, જેથી પાછળ થી આરામથી દિવાળી કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.