Not Set/ પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલના જન્મદિવસ પર ઓબામાએ શેર કર્યો આટલા વર્ષ જુનો ફોટો

અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી એટલે કે મિશેલ ઓબામાનો ગુરુવારે જન્મદિવસ હતો. સોશિયલ મીડિયામાં મિશેલ ઓબામાના જન્મદિવસની શુભેરછાનો વરસાદ થઇ ગયો હતો.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ કઈક ખાસ રીતે તેમની પત્નીને જન્મદિવસની શુભેરછા આપી હતી. I knew it way back then and I’m absolutely convinced of it today — you’re one of a kind, @MichelleObama. […]

Top Stories World Trending
GettyImages 84379057 પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલના જન્મદિવસ પર ઓબામાએ શેર કર્યો આટલા વર્ષ જુનો ફોટો

અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી એટલે કે મિશેલ ઓબામાનો ગુરુવારે જન્મદિવસ હતો. સોશિયલ મીડિયામાં મિશેલ ઓબામાના જન્મદિવસની શુભેરછાનો વરસાદ થઇ ગયો હતો.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ કઈક ખાસ રીતે તેમની પત્નીને જન્મદિવસની શુભેરછા આપી હતી.

ઓબામાએ પોતાના એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો હતો જે વર્ષ ૧૯૯૦નો છે જે સમયે ઓબામાં અને મિશેલ સગાઇના બંધનમાં જોડાયા હતા.ઓબામાંએ લખ્યું કે મને એ સમયે પણ ખબર હતી અને આજે પણ ખબર છે કે તમારા જેવું કોઈ નથી, મિશેલ ઓબામા. હેપ્પી બર્થડે.

ઓબામાંની આ પોસ્ટને ઘણા લોકોએ રીટ્વીટ કરી હતી અને લાઇક પણ કરી હતી.

પતિના આ ટ્વીટનો જવાબ આપ્યા મિશેલે પણ લખ્યું હતું કે હું તમને આજે પણ એટલો જ પ્રેમ કરું છુ. હું પોતાને ઘણી નસીબદાર સમજુ છુ. મારા સાથી, મારી દીકરીઓ અને બીજી ઘણી અકલ્પનીય વાતોને પાછા વળીને જોવું ઘણું સુખદ છે. હવે એ જોવાની દિલચસ્પી છે કે આવનારા સમયમાં શું થશે !

તમને જણાવી દઈએ કે મિશેલ અને ઓબામાં વર્ષ ૧૯૯૨માં લગ્નના તાંતણે બંધાયા હતા.