Not Set/ ચેતી ને ચાલજો!! આજથી નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ, પછી કહેશોમાં મેમો…..

આજથી નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ ટ્રાફિકના નિયમના ભંગ બદલ આકરો દંડ વાહનોમાં PUC માં 30 સપ્ટેમ્બર સુધી રાહત HSRP નંબર પ્લેટ માટે એક મહિના સુધી રાહત  ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજ રહેશે માન્ય આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટની અમલાવરી આજથી શરુ થઇ ગઇ છે. ચેતીને ચાલે ગુજરાત, નહીં તો  ટ્રાફિક નિયમ ભંગ બદલ […]

Top Stories Gujarat Others
traffic 1 1542087829 ચેતી ને ચાલજો!! આજથી નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ, પછી કહેશોમાં મેમો.....
  • આજથી નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ
  • ટ્રાફિકના નિયમના ભંગ બદલ આકરો દંડ
  • વાહનોમાં PUC માં 30 સપ્ટેમ્બર સુધી રાહત
  • HSRP નંબર પ્લેટ માટે એક મહિના સુધી રાહત 
  • ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજ રહેશે માન્ય

આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટની અમલાવરી આજથી શરુ થઇ ગઇ છે. ચેતીને ચાલે ગુજરાત, નહીં તો  ટ્રાફિક નિયમ ભંગ બદલ આરકા ડામ વેઠવાનો વારો આવી જશે. આજથી એટલે કે,  તા.16 સપ્ટેમ્બરને સોમવારથી નવા ટ્રાફિક નિયમનો અમલ થવાનો છે.

જો કે, ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા નિયમોમાં થોડો બદલાવ કરી દંડની રકમ રાહત પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવી છે, પણ કહેવાય છે ને કે ગમે તેટલું પેટ ભરાયેલું કેમ ન હોય, જો પરાણે પણ પેંડો ખવડાવવામાં આવે તો તે મીઠો જ લાગે. બસ આમ જ ગમે તેટલો દંડ હોય તે આકરો જ લાગે તે વાત પણ પાકી છે. અને સારકારનું ટ્રાફિક નિયમ ભંગ બદલનું વલણ જોતા લાગી રહ્યું છે કે, કોઇને જવા દેવામાં તો આવશે નહી જ.

 ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી હોવાના કારણે આજથી પોલીસ અને પ્રજા વચ્ચે ઠેર ઠેર ઘર્ષણ સર્જાવાની પૂરી શક્યતા છે. કાયદા પાલન માટે ટૂંકી સમય મર્યાદા આપી હોવાના કારણે લોકો કામ ધંધા પડતા મૂકીને વાહન સંબંધિત ડોક્યુમેન્ટસ ભેગા કરવામાં લાગી ગયા છે. પીયુસીથી માંડી હેલ્મેટમાં વધુ પૈસા પડાવાઈ રહ્યા છે. લોકો લૂંટાઈ રહ્યા છે છતાં સરકાર મૂકપ્રેક્ષક બની છે. પહેલાં ડોક્યુમેન્ટ ભેગા કરવામાં લૂંટાયા હવે કાલથી ડોક્યુમેન્ટ નહીં હોય તો દંડ ભરીને લોકો લૂંટાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

  

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન