આપણે સૌને ખબર છે કે ગરમીની સિઝનમાં ઓછા પ્રમાણમાં લીલા શાકભાજી ઉપલબ્ધ હોય છે. અને ભિંડાની શાકભાજી ગરમીની સીઝન માં ખૂબ જ વધારે મળતી હોય છે.અને લોકો ઓછા પ્રમાણમાં ભીંડા જેવી શાકભાજીને પસંદ કરતા હોય છે.તો વાત કરીએ ભીંડા ના ફાયદા વિશેની…
ભીંડામાં ખુબ સારા પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ, ફાઈબર,કાર્બ્સ ,ભરપૂર પ્રમાણ માં પ્રાપ્ત થાય છે.સારા પ્રમાણમાં પોષક તત્ત્વો પ્રાપ્ત થાય છે. ભીંડા નું સેવન ખૂબ જ લાભદાયક હોય છે. ગરમીમાં ઘણાં બધા લોકો ને પેટ ની સમસ્યા રહે છે. ભીંડા માં સારા એવા પ્રમાણ માં કાર્બ્સ પ્રાપ્ત થાય છે. જે પાચનતંત્ર ને ખુબજ મજબૂત બનાવે છે.જેથી કરીને ખાવાનું જલ્દી થી પાચન થઇ જાય છે શરીર માં ડાઇજેશનને પણ તંદુરસ્ત રાખે છે.પાચન જલ્દી થવાથી ગરમી પણ ઓછી લાગે છે.અને શરીર પણ બહુ ભારે લાગતું નથી.
ભીંડા માં એન્ટી – ઓબીસિટી ગુણ પણ હોય છે. જે વજન ઉતારવા માટે ખૂબ મદદ કરે છે , ભીંડા માં ફાઈબર ના તત્ત્વો વધારે હોવાથી પેટ ની બીમાર ઓછી થાય છે.જેથી કરીને પેટ સાફ રહે છે ગરમીમાં ભીંડા નું સેવન કરવાથી ઈમ્યૂનિટી બુસ્ટ થાય છે.અને ઈમ્યૂન સિસ્ટમને પણ વધુ મજબૂત બનાવે છે.જેથી કરીને કેટલાક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શન થી ઝડપથી છુટકારો મળે છે.અને કોઈપણ પ્રકારની બીમારી નો સામનો કરી શકાય છે. ભીંડા માં બીટા કેરોટિન પણ મળી આવે છે જે આંખો માટે ખૂબ જ લાભદાયી હોય છે.તે આંખો ની રોશની વધારવામાં પણ મદદ કરે છે.
