Not Set/ બેચરાજી / MLA ભરતજી ઠાકોર દ્વારા કેનાલમાં ભ્રષ્ટાચાર મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ

ઉત્તર ગુજરાતની સમસ્યાને પહોચીવાળવા માટે સરકાર દ્વારા મોટા પાયે કેનાલ બનાવવામાં આવી છે. જેમાં નર્મદા નદીના પાણીને કેનાલ મારફતે ઉત્તર ગુજરાતમાં પહોચાડવાણી વાત હતી. પરંતુ ક્યાંક આ કેનાલ ખેડૂતો માટે આફત બનીને ઉભી થઇ છે. તો કયાંક કોરી ભટ્ઠ. વાત  કરીએ, બેચરાજી પંથકની તો અહીં પણ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસ કરવા […]

Gujarat Others
bharatji thakor બેચરાજી / MLA ભરતજી ઠાકોર દ્વારા કેનાલમાં ભ્રષ્ટાચાર મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ

ઉત્તર ગુજરાતની સમસ્યાને પહોચીવાળવા માટે સરકાર દ્વારા મોટા પાયે કેનાલ બનાવવામાં આવી છે. જેમાં નર્મદા નદીના પાણીને કેનાલ મારફતે ઉત્તર ગુજરાતમાં પહોચાડવાણી વાત હતી. પરંતુ ક્યાંક આ કેનાલ ખેડૂતો માટે આફત બનીને ઉભી થઇ છે. તો કયાંક કોરી ભટ્ઠ.

વાત  કરીએ, બેચરાજી પંથકની તો અહીં પણ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસ કરવા ધારાસભ્ય મેદાને આવ્યા છે. નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ થયુ હોઇ લોકાયુક્તને પત્ર લખી ભ્રષ્ટાચાર આચરનારા અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ધારાસભ્ય ભરત ઠાકોરે લાખોના ખર્ચે બનેલી માઇનોર-સબમાઇનોર કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ અને ક્યારેય પાણી નહિ છોડવાના મામલે અવાજ ઉઠાવ્યો છે.

Image result for broken dry  canal with tree

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગામડાઓમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવા નર્મદાની માઇનોર-સબમાઇનોર કેનાલો બનાવવામાં આવી હતી. જેમાં સાંપાવાડા, સુરજ, ચંદ્રોડા, શંખલપુર, કાલરી, ડોડીવાડા, આદિવાડા અને વેણપુરા સહિતના ગામોના ખેતરોમાં પથરાયેલી કેનાલ નષ્ટ થવાના આરે આવી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવેલી નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડાંઓ પડી રહ્યા છે. જેને લઇ હવે થરાદના ધારાસભ્ય બાદ બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ લોકાયુક્તમાં પત્ર લખી ફરીયાદ કરી છે.

થરાદ/ કેનાલમાં ભ્રષ્ટાચાર મુદ્દે લોકયુક્તમાં MLA ગુલાબસિંહ રાજપૂતની ફરીયાદ

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યુ છે કે, સબમાઇનોર કેનાલના કામમાં એકદમ હલકી ગુણવત્તાનો સિમેન્ટ રેતી સહિતનો માલસામાન વાપરવામાં આવ્યો છે. જેના કારણે પાણી આવ્યા પહેલા જ કેનાલો તુટી ગઇ છે. કેનાલોમાં ભ્રષ્ટાચાર હોવાથી આજદીન સુધી તેમાં પાણી છોડવામાં આવ્યુ નથી. તથા તમામ કેનાલમાં બાવળીયા ઉગી નિકળતા જંગલ જેવા દ્રશ્યો સામે આવ્યા છે. કામ કરનાર એજન્સીને બ્લેકલીસ્ટમાં મુકવામાં આવે અને દરેક કેનાલને એજન્સી દ્રારા સ્વખર્ચે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે આજદીન સુધી કેનાલમાં કેમ પાણી છોડવામાં નથી આવ્યું તેની યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે ગતરોજ થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે લોકાયુકતમાં પત્ર લખી ફરીયાદ કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, થરાદ, વાવ, સુઇગામ તથા ભાભર તાલુકાઓ માંથી પસાર થતી નર્મદા નહેરમાંથી વેજપુર, માલસણ, ઢીમા,ગડસિસર તથા માડકા શાખાઓ જેવી ડિસ્ટ્રિબ્યુટર કેનાલો તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર તથા સબ માઇનોર કેનાલોની કામગીરી થયેલ જેમાં આર.સી.સી કામગીરીની ગુણવત્તા જળવાયેલ નથી અને હલકા પ્રમાણમાં કામગીરી કરવામાં આવેલ છે. જેની સઘન તપાસ કરવામાં આવે તો રીઢા અધિકારીઓ અને ઠેકેદારોઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.