Not Set/ ગુજરાતના આ જીલ્લામાંથી મળી આવ્યો નકલી ઘીનો કારોબાર….!!

કચ્છ જીલ્લાના ભુજ ખાતેથી  જથ્થાબંધ બજારમાં આવેલી પેઢીમાંથી મોટી માત્રામાં નકલી ઘી નો સ્ટોક મળી આવ્યો છે.  ભુજ બી ડિવિઝન પોલીસે છાપો મારી લાખ્ખો રૂપિયાની કિંમતના નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. નકલી ઘીના વ્યાપારમાં આરોપીઓ અમુલ અને ગોવર્ધન જેવી […]

Gujarat Others
ભુજ ગુજરાતના આ જીલ્લામાંથી મળી આવ્યો નકલી ઘીનો કારોબાર....!!

કચ્છ જીલ્લાના ભુજ ખાતેથી  જથ્થાબંધ બજારમાં આવેલી પેઢીમાંથી મોટી માત્રામાં નકલી ઘી નો સ્ટોક મળી આવ્યો છે.  ભુજ બી ડિવિઝન પોલીસે છાપો મારી લાખ્ખો રૂપિયાની કિંમતના નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. નકલી ઘીના વ્યાપારમાં આરોપીઓ અમુલ અને ગોવર્ધન જેવી બ્રાન્ડેડ કંપનીઓના લોગોનો ઉપયોગ કરતાં હતા.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અમૂલ અને ગોવર્ધન જેવી મોટી બ્રાન્ડેડ કંપનીઓના લોગોનો ઉપયોગ કરી ઘીનું સસ્તી કીમતે વેચાણ કરાતું હતું. પોલીસે વેપારી પેઢીમાંથી 1100 કિલોગ્રામ ઘીના 54 જેટલા ડબ્બા જપ્ત કર્યાં છે.

પ્રાથમિક પૂછપરછમાં વ્યાપારીના જણાવ્યા અનુસાર આ નકલી ઘીનો વ્યાપાર કરતા વેપારીએ અન્ય જિલ્લામાંથી આ નકલી ઘીનો જથ્થો લાવીને વેચતા હોવાનું કબૂલ્યું હતું. આ ઘટના અંગે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફએસએલને જાણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.