Election/ વડોદરામાં BJP ઉમેદવારોએ ભર્યા ફોર્મ, સૌથી નાની વયના ઉમેદવાર શ્રીરંગ આયરને અપાઈ ટીકીટ

ભાજપે શ્રીરંગ આયરેને વોર્ડ નંબર 9માં ટિકિટ આપી છે. આ ટિકિટ માટે અગાઉ શ્રીરંગ આયરેના પિતા રાજેશ આયરે દાવેદાર હતા, પરંતુ ભાજપે રાજેશ આયરેના સ્થાને તેમના પુત્રને ટિકિટ આપી છે.

Gujarat Vadodara
a 42 વડોદરામાં BJP ઉમેદવારોએ ભર્યા ફોર્મ, સૌથી નાની વયના ઉમેદવાર શ્રીરંગ આયરને અપાઈ ટીકીટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને  લઈને માહોલ જામ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવારોએ વિજય મૂહર્તમાં નામાંકન પત્ર ભર્યું છે. જાણવીએ કે આ વખતે ભાજપે યુવા પેઢીને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે જાહેર ક્લેલા ઉમેદવારોમાં કેટલાક જ એવા ઉમેદવારો છે જેમની ઉંમર ખૂબ ઓછી છે. આવા જ એક ઉમેદવાર છે વડોદરાના શ્રીરંગ રાજેશ આયરે.

જાણવીએ કે, ભાજપે શ્રીરંગ આયરેને વોર્ડ નંબર 9માં ટિકિટ આપી છે. આ ટિકિટ માટે અગાઉ શ્રીરંગ આયરેના પિતા રાજેશ આયરે દાવેદાર હતા, પરંતુ ભાજપે રાજેશ આયરેના સ્થાને તેમના પુત્રને ટિકિટ આપી છે.

શ્રીરંગ આયરેએ પોતાના પિતાએ ચીંધેલા માર્ગે સમાજની સેવા કરવાની નેમ વ્યક્ત કરી છે, તો બીજીતરફ રાજેશ આયરેને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સયાજીગંજ વિધાનસભા બેઠકના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા છે.

આપને જણાવી દઈએ કે, વડોદરામાં ભાજપ કાર્યાલય ખાતે આજે વિજય મૂહર્ત 12:39 મિનિટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા છે. જણાવીએ કે કાર્યાલયમાં અલગ અલગ ડેક્સ તૈયાર કરવામાં આવ્યા છે અને વોર્ડ  પ્રમાણે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે તમામ ડેક્સ પર લીગલ એક્સપર્ટ  બેસાડવામાં આવ્યા છે. આ એક્સપર્ટને એટલા માટે બેસાડવામાં આવ્યા છે કે, ફોર્મ ભરતી વખતે કોઈ પણ કાયદાકીય ભૂલ ન રહી જાય અને ફોર્મ રદ્દ ન થઇ  જાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો