Not Set/ ગરમીમાં રાહત આપશે  COOL COOL બીટ કેરોટ જ્યૂસ

ધીરે ધીરે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે હળવા જયૂસ પીવાનું વધારે ગમે છે. આ સિઝનમાં ફ્રૂટ જ્યૂસ તેમજ  શાકભાજીના જ્યૂસ પીવાનું વધારે ગમે છે. ત્યારે ચાલો આજે જાણીએ કે આર્યનથી ભરપૂર  એવા બીટનો જ્યૂસ કેવી રીતે બનાવવો. બીટનું ઠંડુ જ્યૂસ ગરમીમાં પીવાની ખૂબ  મજા આવશે.   સામગ્રી 2 બીટ 3 ગાજર 1 લીંબુ 2 ચમચી દહીં મીઠું […]

Food Health & Fitness
Hansa Jain beet juice benefits 1 ગરમીમાં રાહત આપશે  COOL COOL બીટ કેરોટ જ્યૂસ

ધીરે ધીરે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે હળવા જયૂસ પીવાનું વધારે ગમે છે. આ સિઝનમાં ફ્રૂટ જ્યૂસ તેમજ  શાકભાજીના જ્યૂસ પીવાનું વધારે ગમે છે. ત્યારે ચાલો આજે જાણીએ કે આર્યનથી ભરપૂર  એવા બીટનો જ્યૂસ કેવી રીતે બનાવવો. બીટનું ઠંડુ જ્યૂસ ગરમીમાં પીવાની ખૂબ  મજા આવશે.

 

સામગ્રી

2 બીટ

3 ગાજર

1 લીંબુ

2 ચમચી દહીં

મીઠું સ્વાદ પ્રમાણે

બરફના ટુકડાં જરૂરિયાત પ્રમાણે

રીત :

1. બીટને છોલીને છીણી લેવું. ત્યાર બાદ ગાજરને પણ છોલીને છીણી લેવું.

2. તમારે બીટ અને ગાજર છીણવા ન હોય તો બીટ તથા ગાજરના મોટા મોટા ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લેવા.

3. ક્રશ કર્યા બાદ જ્યૂસને જ્યૂલ ગ્લાસમાં ભરીને તેમાં થોડું મીઠું, લીબુંનો રસ અને તથા મરીનો પાઉડર નાખીને બરાબર હલાવી લો.

4. ત્યાર બાદ  તેમાં જરૂરિયાત પ્રમાણે બરફ નાખીને  થોડો બરફ ઓગળવા દો. બાદમાં બરફની છીણ કે લીબુંની ગોળ ચીરી મૂકી ગાર્નિંશ કરીને પીરસો