નિવેદન/ 370 નાબૂદ થયા પહેલા, 80% ભંડોળ નેતાઓના ખિસ્સામાં જતુંઃ મોહન ભાગવત

નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાગવતે કહ્યું હતું કે 370 નાબૂદ કર્યા બાદ ઘાટીને સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે.

Top Stories
સદપોલ 370 નાબૂદ થયા પહેલા, 80% ભંડોળ નેતાઓના ખિસ્સામાં જતુંઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે કલમ 370 નાબૂદ કરતા પહેલા જમ્મુ -કાશ્મીરને ફાળવેલ 80 ટકા ભંડોળ રાજકારણીઓના ખિસ્સામાં જતું હતું. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાગવતે કહ્યું હતું કે 370 નાબૂદ કર્યા બાદ ઘાટીને સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે.

ભાગવતે કહ્યું હતું કે કલમ 370 હટાવતા પહેલા કાશ્મીર ઘાટીમાં જે થતું હતું તેનો 80 ટકા હિસ્સો લોકોના નહીં પરંતુ રાજકારણીઓના ખિસ્સામાં  જતો હતો, . હવે તેને હટાવ્યા બાદ કાશ્મીર ઘાટીના લોકોને વિકાસ અને સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચ છે.

વધુમાં ભાગવતે કહ્યું, ‘હું જમ્મુ -કાશ્મીર ગયો હતો અને હાલની સ્થિતિ જોઈ હતી. કલમ 370 હટાવવાની સાથે જ વિકાસનો માર્ગ બધા માટે ખુલ્લો થઈ ગયો. અગાઉ કલમ 370 ની આડમાં લદ્દાખ સામે ભેદભાવ હતો,આ ભેદભાવ હવે થતો નથી.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકારે જમ્મુ -કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 રદ કરી દીધી હતી. આ સાથે જમ્મુ -કાશ્મીર અને લદ્દાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા.