Ahmedabad/ ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ભીડ, પતંગનાં ભાવમાં થયો વધારો

ઉત્તરાયણનાં પર્વને અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાં મહામારીનાં કારણે મકરસંક્રાતિની ઉજવણી અને પતંગ દોરીની બજારોમાં ખરીદીને લઈને રાજ્ય સરકારે કોવિડની ગાઈડલાઈન જાહેર કરી છે…

Ahmedabad Gujarat
11 5 sixteen nine 11 ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ભીડ, પતંગનાં ભાવમાં થયો વધારો

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ઉત્તરાયણનાં પર્વને અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાં મહામારીનાં કારણે મકરસંક્રાતિની ઉજવણી અને પતંગ દોરીની બજારોમાં ખરીદીને લઈને રાજ્ય સરકારે કોવિડની ગાઈડલાઈન જાહેર કરી છે. ખરીદી સમયે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેમજ ગ્રાહકો માસ્ક ફરજીયાત પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે બજારોમાં ખરીદી કરે તેવુ સુચન કરાયુ છે.

11 5 sixteen nine 12 ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ભીડ, પતંગનાં ભાવમાં થયો વધારો

ઉત્તરાયણ પહેલાની બે રાતો પતંગ બજારમાં ભીડ મોટી માત્રામાં જોવા મળે છે ત્યારે ખાડિયા પતંગ બજારમાં ઉત્તરાયણનાં તહેવારમાં કોરોનાને પગલે દર વર્ષની સરખામણીએ ઓછી ગરાકી જોવા મળી હતી, તેમજ પતંગ દોરીનું ઉત્પાદન ઓછુ થયુ હોવાથી ભાવમાં પણ વધારો નોંધાયો છે. ચાઈનીઝ ટુક્કલ અને દોરીનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

11 5 sixteen nine 13 ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ભીડ, પતંગનાં ભાવમાં થયો વધારો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો