Cricket/ IPL પહેલા રિંકી પોન્ટિંગે પંત, અશ્વિન અને અક્ષરને લઇને કર્યુ ખાસ ટ્વીટ

દિલ્હી કેપિટલ્સ ટીમનાં કોચ રિકી પોન્ટિંગે તેમની ટીમનાં આ ખેલાડીઓ માટે ખાસ સંદેશ આપ્યો છે

Sports
ગરમી 1 IPL પહેલા રિંકી પોન્ટિંગે પંત, અશ્વિન અને અક્ષરને લઇને કર્યુ ખાસ ટ્વીટ

દિલ્હી કેપિટલ્સ ટીમનાં સ્ટાર ખેલાડી રિષભ પંત આઈપીએલની 14 મી સીઝનની શરૂઆત પહેલા જબરદસ્ત ફોર્મમાં દેખાઇ રહ્યા છે. પંત સિવાય દિલ્હી કેપિટલ્સનાં અન્ય ખેલાડીઓ અક્ષર પટેલ અને આર અશ્નિને પણ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં આઈપીએલની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમનાં કોચ રિકી પોન્ટિંગે તેમની ટીમનાં આ ખેલાડીઓ માટે ખાસ સંદેશ આપ્યો છે.

Cricket / શું આ મહિલા ક્રિકેટરમાં સેહવાગની આવી છે આત્મા? જુઓ વીડિયો

આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થાય તે પહેલા આ ખેલાડીઓનો જબરદસ્ત ફોર્મ ચોક્કસપણે દિલ્હીની ટીમ માટે એક સારા સમાચાર છે. જણાવી દઈએ કે, ગત આઈપીએલ સીઝનમાં દિલ્હીની ટીમ ફાઈનલ મેચમાં પહોંચી હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અંતિમ મેચમાં જીત મેળવી હતી. ત્યારે હવે એકવાર ફરી તેનુ પુનરાવર્તન થઇ શકે અને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરી શકાય તે માટે દિલ્હી કેપિટલ્સનાં કોચ રિંકી પોન્ટિંગે આર અશ્વિન, અક્ષર પટેલ અને રિષભ પંત માટે એક ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, હું દિલ્હી કેપિટલ્સ ટીમ માટે ફરીથી કામ કરવાની રાહ જોઇ રહ્યો છુ. એવી અપેક્ષા છે કે ગયા મહિને આટલી વિકેટ ઝડપી લીધા બાદ અક્ષર પટેલ અને રવિ અશ્વિનની પાસે કેટલીક વિકેટ લેવાની બાકી હોય અને રિષભ પંતને થોડા રન બનાવવાનાં બાકી હોય. પોન્ટિંગનાં આ ટ્વીટ પછી, પંતે ટ્વીટ દ્વારા જવાબ આપ્યો, હાહા, તમારી રાહ જોવાઇ રહી છે રિંકી.

Cricket / લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ તૂટ્યું, ગાંગુલીએ કર્યો ખુલાસો

આપને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં અશ્વિને 32 વિકેટ ઝડપી હતી અને બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. વળી સ્પિન બોલર અક્ષર પટેલની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 27 વિકેટ લીધી હતી. ત્રણ ટેસ્ટ મેચની ચાર ઈનિંગ્સમાં તેણે પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આટલું જ નહીં ચોથી ટેસ્ટ મેચમાં અક્ષરે 43 રનની શાનદાર ઈનિંગ્સ પણ રમી હતી અને બતાવ્યું હતું કે તે બેટથી પણ ટીમમાં ફાળો આપી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ