#TokyoOlympic2021/ તલવારબાજીમાં ભારતની જીત સાથે શરૂઆત, ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ

ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતે પ્રથમ વખત તલવારબાજીમાં પ્રવેશ કર્યો છે અને તલવારબાજ ભવાની દેવીએ ઓલિમ્પિક રમતોમાં શાનદાર શરૂઆત કરી હતી…

Top Stories Sports
11 494 તલવારબાજીમાં ભારતની જીત સાથે શરૂઆત, ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ

ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતે પ્રથમ વખત તલવારબાજીમાં પ્રવેશ કર્યો છે અને તલવારબાજ ભવાની દેવીએ ઓલિમ્પિક રમતોમાં શાનદાર શરૂઆત કરી હતી અને પોતાની પહેલી મેચ એકપક્ષી રીતે જીતી હતી. તેણીએ વ્યક્તિગત સાબરે ઇવેન્ટમાં ટ્યુનીશિયાની નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવીને બીજા રાઉન્ડમાં (32 નાં રાઉન્ડમાં) પ્રવેશ કર્યો હતો. તેના બીજા રાઉન્ડની આ મેચ પણ આજે (સોમવારે) રમાશે.

11 495 તલવારબાજીમાં ભારતની જીત સાથે શરૂઆત, ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ

Tokyo Olympic 2021 / ટોકિયો ઓલિમ્પિકમાં મેરી કોમની શાનદાર જીતથી શરૂઆત, મિગુલિનાને 4-1થી આપી હાર

ઓલિમ્પિક્સનાં ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડીએ મેચમાં જીત નોંધાવી છે. આ પહેલીવાર છે જ્યારે ભારતનો કોઈ ખેલાડી તલવારબાજીમાં ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરી રહેલ છે. ભવાની દેવીએ ઓલિમ્પિક્સનાં ઇતિહાસમાં પ્રથમ વખત મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. 27 વર્ષની ભવાની દેવીએ તેની પ્રથમ મેચમાં ટ્યુનિશિયાની નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ હતું. રમતમાં તેને પ્રથમ અંક મોડો મળ્યો હોવા છતા ભવાનીએ પોતાનુ સંતુલન અને ધૈર્ય ગુમાવ્યું નહીં.

બીજા રાઉન્ડમાં ભવાની દેવીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ભવાની દેવીએ પ્રથમ રાઉન્ડમાં નાદિયાને 8-0થી અને બીજા રાઉન્ડમાં 3-7થી હરાવી હતી. ભવાની દેવીનો હવે પછીનો સામનો ફ્રાન્સનાં એમ બ્રુનેટ સાથે થશે. આપને જણાવી દઈએ કે, તલવારબાજીમાં, જ્યારે ખેલાડી કમરની ઉપર શરીરને તલવારથી સ્પર્શ કરવામાં સફળ થાય છે, ત્યારે તેને તેના પોઇન્ટ મળે છે. જે કોઈપણ બે રાઉન્ડમાં પ્રથમ 15 પોઇન્ટ મેળવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. ભવાની દેવીની આગામી મેચ વિશ્વની ત્રીજી ક્રમાંકિત ખેલાડી મૈનન બ્રુનેટ સામે છે.

11 496 તલવારબાજીમાં ભારતની જીત સાથે શરૂઆત, ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ

Tokyo Olympic 2021 / ભારતને ટેનિસમાં મળી નિરાશા, સાનિયા મિર્ઝા અને અંકિત રૈનાની જોડી પહેલા રાઉન્ડમાં થઇ બહાર

ભવાની દેવીએ બાળપણમાં જ તલવારબાજીને પોતાનો શોખ બનાવી લીધો હતો કારણ કે માત્ર તલવારબાજી જ એક માત્ર રમત બાકી હતી જેમાં જગ્યા ખાલી હતી. જે બાદ ભવાનીએ શાળામાં તલવારબાજીની પસંદગી કરી. ભવાની દેવી ચેન્નાઈની વતની છે, આ પ્રથમ ભારતીય છે કે જેણે ઓલિમ્પિકમાં પ્રવેશ બનાવવામાં સફળતા મેળવી છે, તેણીને ઇટાલીમાં તાલીમ આપવામાં આવી હતી.